ધ્રાંગધ્રા(ગુજરાત): હાલમાં રાજ્યમાંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં તાલુકાના નારીચાણા ગામે રહેતાં યુવાન પર બહેન સાથે ફોન ઉપર વાતો કરતો હોવાના શકને લઈને 3 શખ્સે યુવાનને રાત્રે ઘરે બોલાવી અપહરણ કરી નદીના પટમાં લઈને લાકડી અને ધોકા વડે મારમારી હત્યા કરી નાખતા હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારબાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવાનના ખૂન અંગે 3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, ધ્રાંગધ્રાના નારીચાણા ગામે રહેતા 32 વર્ષના દશરથભાઈ કાળુભાઈ ઠાકોર ફોન પર બહેન સાથે વાતો કરતા હોવાનો શક રાખી ગામમાં રહેતા સુરેભાઈ વીહાભાઈ ભુવા, લાલાભાઈ વી. ભુવા અને વિક્રમભાઈ રામાભાઈ ભરવાડ દશરથના ઘરે રાત્રે 12 વાગ્યાને ઘરે જઈને કામ હોવાનું કહી દશરથને બોલાવીને અપહરણ કરી લીધું હતું અને નારીચાણાની નદીના પટમાં લઈ જઈ અમારી બેહેન સાથે કેમ ફોનમાં વાત કરે છે તેમ કહી બોલાચાલી કરી દશરથને લાકડી અને હથોડા વડે માર મારી ગંભીર ઈજા પહોચાડી હતી અને પાછો મૂકી દેતા દશરથને તાત્કાલિક ધાંગધ્રા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
દશરથનું મોત થયાનું જણાતા આ અંગે ધાંગધ્રા તાલુકા પોલીસ જાણ કરાતા ડીવાયએસપી આર.બી. દેવધા તાલુકા પીઆઈ એ.એમ ગોરી અને તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને કોઈ અણબનાવ બનાવ ન બને તે માટે નારીચાણામા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ભૂપતભાઈ ઠાકોર દ્વારા ગામમાં રહેતા સુરેશભાઇ વીહાભાઈ ભુવા, લાલાભાઇ વી.ભુવા અને વિક્રમભાઈ રામાભાઈ ભરવાડ સામે યુવાનનું અપહરણ કરી લઈ જઈ યુવાનને માર મારી હત્યા કર્યાનો ગુનો નોંધાવતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન નીચે તાલુકા પીઆઈ એ.એમ.ગોરી દ્વારા વધુ તાપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, દશરથભાઈની હત્યામાં 3 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવતા ડીવાયએસપી આર.બી. દેવધા દ્વારા તાત્કાલિક પોલીસની 3 ટીમ બનાવી આરોપી ભાગી જાઈ તે પહેલાં નારીચાણામાંથી ઝડપી પાડવામાં આવ્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.