સુરત(ગુજરાત): સુરતમાં અવારનવાર અસામાજિક તત્વો પોતાની મનમાની કરીને લોકોમાં લૂંટ મચાવે છે. તમે વારંવાર સાંભળતા જ હશો અથવા કે કોઈ માધ્યમ દ્વારા તમે જોતા હશો કે કે આ જગ્યા પર અજાણ્યો શખ્સ મહિલાના ગળામાં રહેલ ચેઇન લઈને ફરાર થઈ જાય અથવા તો મોબાઈલની લુટ થતી ઘટના પણ સાંભળી જ હશે. આ પરથી એવું લાગી રહ્યું છે કે, આ લુખ્ખા તત્વોને પોલીસનો ડર જ નથી રહ્યો?
આ દરમિયાન, સુરત શહેરના વેસુમાં આવેલા આગમ આર્કેડ નજીક પિસ્તોલ બતાવી કારની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યું છે જેને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. જોકે, આખી ઘટના CCTVમાં કેદ થઈ જતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અહી ઉલ્લેખનિય છે કે, કારમાં બેસેલા વૃદ્ધને કારમાંથી ઉતારી દીધા બાદ લૂંટારુ કાર લઈને ફરાર થઈ ગયો હતો.
મનોજ જૈને જણાવ્યું હતું કે, હું પિતાને ડોક્ટર પાસે દેખાડી ઘરે લઈ જતો હતો. આગમ નજીક મેડિકલ સ્ટોર પર દવા લેવા કાર બંધ કરી પિતાને કારમાં જ બેસાડી દવા લેવા ગયો હતો. આ દરમિયાન, કોઈ અજાણ્યા ઈસમએ પિસ્તોલ બતાવી પિતાને કારમાંથી ઉતારી કાર લઈ ભાગી ગયો છે. આ ઘટના સવારે 11:30 વાગ્યાની છે ત્યારબાદ તરત મે પોલીસ કંટ્રોલ પર ફોન કરી ઘટનાની જાણ કરી હતી.
કપુરચંદ જૈને જણાવ્યું હતું કે, હું દીકરા સાથે આગમ આર્કેડ પાસે કામ માટે આવ્યો હતો. આ દરમિયાન એક યુવક કારમાં આવીને બેસી ગયો હતો અને અચાનક કાર ચાલુ કરી ભાગવા જતા મે બુમાબુમ કરી હતી. લોકો મદદે આવે તે પહેલા આ શખ્સ કાર લઈને ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.