અમદાવાદ(ગુજરાત): 10 મહિનાથી દારૂનો ધંધો કરતા બોપલની હદમાં આવેલા સૂર્યરંગ કોટેજમાં મહિને 30 હજાર રૂપિયાના ભાડે ફાર્મ હાઉસ રાખીને 3 બુટલેગરને એલસીબીની ટીમે માહિતીના આધારે દરોડો પાડીને દારૂની 696 બોટલ સાથે ધડપકડ કરી છે.
એલસીબી ઈન્ચાર્જ પીઆઈ જી.એમ.પાવરાને મળેલી માહિતી અનુસાર, તેમણે સ્ટાફ સાથે સૂર્યરંગ કોટેજના એક બંગલામાં દરોડો પાડીને વિદેશી દારૂની 696 બોટલ, 6 મોબાઈલ ફોન, રોકડ અને ગાડી સહિત કુલ 5.51 લાખ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. એટલું જ નહીં, પોલીસે સ્થળ પરથી ભગીરથસિંહ કનુભા ચૌહાણ, જલીલ અહેમદ અબ્દુલખાલીદ અંસારી અને વિનોદસિંહ કિશોરસિંહ પૂરોહીતને ધડપકડ કરી હતી.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, 10 મહિના પહેલા ભગીરથસિંહે આ જગ્યાએ મહિને રૂ.30 હજારના ભાડે ફાર્મ હાઉસ રાખીને 3 ભાગીદારી સાથે મળીને દારૂનો ધંધો કરતા હતા. ત્યારે જલીલ રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવતો અને તેઓ અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં દારૂ મોકલાવતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.