સુરતીઓના રંગમાં પડ્યો ભંગ, વરસાદને કારણે તાડપત્રી પકડીને લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી- જુઓ વાયરલ વિડીયો

સુરત(Surat): શહેરમાં 19મી નવેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યા પછી શહેરમાં કમોસમી વરસાદ(Unseasonal rains) ખાબક્યો હતો. જેના કારણે શહેરમાં 150થી પણ ‌વધારે લગ્નો અટવાઈ(Marriages stalled) ચુક્યા…

સુરત(Surat): શહેરમાં 19મી નવેમ્બરના રોજ સાંજે 5:30 વાગ્યા પછી શહેરમાં કમોસમી વરસાદ(Unseasonal rains) ખાબક્યો હતો. જેના કારણે શહેરમાં 150થી પણ ‌વધારે લગ્નો અટવાઈ(Marriages stalled) ચુક્યા હતાં. વરસાદ આવતાની સાથે જ જેમના ઘરે લગ્નો હતા ત્યાંં અફરાતફરી મચી જવા પામી હતી. સોસાયટી અને એપાર્ટમેન્ટમાં રાખવામાં આવેલ મંડપોને પાર્કિંગમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે અમુક જગ્યા પર લગ્ન મંડપ પર જ તાડપત્રીની વ્યવસ્થા કરવામાં આવી હતી અને લગ્ન વિધિ પૂરી કરવામાં આવી હતી.

તારીખ 20 અને 21મી નવેમ્બરએ શહેરમાં 250 થી 300 લગ્નો છે પરંતુ વરસાદને લઈને જેમના ઘરે લગ્નો છે તેઓમાં ચિંતાનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. સાથે સાથે જે લોકોના લગ્નો ફાર્મ હાઉસમાં છે તેવા લોકો ડોમની પણ વ્યવસ્થા કરી રહ્યા છે. ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે સંકળાયેલા ત્રિવિધ કાપડિયાએ જણાવતા કહ્યું હતું કે, અમારી ટીમ 19મી નવેમ્બરએ 28 લગ્ન મેનેજ કરી રહી હતી. પરંતુ વરસાદને કારણે ખુબ જ મુશ્કેલી સર્જાઈ હતી. વાયરલ થઇ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે, લગ્ન મંડપો પર તાડપત્રી રાખીને વર-‌વધુ ફેરા ફર્યા હતાં.

વરસાદ પડવાને કારણે લોકોએ તાડપત્રી અને ડોમની વ્યવસ્થા કરી:
અગામી તારીખ 20 અને 21મી નવેમ્બરના રોજ શહેરમાં 250થી 300 જેટલા લગ્નોનું આયોજન છે. પરંતુ શહેરમાં વરસાદ પડવાને કારણે જેમના ઘરે લગ્ન છે તેવા લોકોનું ટેન્શન વધ્યું છે. તારીખ 20 અને 21 નવેમ્બરના રોજ જેમના ઘરે લગ્નો છે તેમના દ્વારા એક દિવસ પહેલા જ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જેના લગ્ન ફાર્મમાં છે તેવા લોકો ડોમની વ્યવસ્થા કરી રહ્યા છે.

હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા વરસાદી લગ્નના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. ત્યારે આ પ્રકારના વિડીયોને જોતા તો એવું લાગી રહ્યું છે કે, જેના ઘરે લગ્ન છે તેના ઘરે ચિંતામો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. વરસાદને કારણે લગ્ન ખોરવાતા લોકોમાં પણ નિરાશા વ્યાપી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *