ભરૂચ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ઘટના સ્થળે જ પિતા-પુત્રનું કરુણ મોત- પરિવારમાં છવાયો માતમ

ભરૂચ(ગુજરાત): ગુજરાતમાં આવેલ ભરૂચ જીલ્લાના રોંઢ ગામ નજીક આમોદથી 5 કિલોમીટરના અંતરે એક ગંભીર અકસ્માત બન્યો હતો. આ અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ ગંભીર મોત થયું હતું. એક જ પરિવારના બે મોભીના મોત થવાથી પરિવાર સહિત ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.

એક જ ઘરના ત્રણ વ્યક્તિઓ કોઈ કામસર બાઈક લઈને અમોદ જઈ રહ્યા હતા. ઘમણાંદ ગામના રહેવાસી પિતા પુત્ર સહિત પૌત્ર અમોદથી ઘરે પરત ફરતી વખતે આ ગંભીર અકસ્માત બન્યો હતો.

મળતી માહિતી અનુસાર, એક જ પરિવારના 3 સભ્યો બાઈક ઉપર સવાર થઈ આમોદથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ટ્રક ચાલકે રોંઢ ગામ નજીક બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને કારણે પિતા-પુત્રના ઘટના સ્થળે જ ગંભીર મોત થયા હતા. તેમજ અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ઘટના બાદ લોક ઘટના સ્થળે એકઠા થવા લાગ્યા હતા.

આમોદ પોલીસને ઘટનાની જાણ થતાં તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતકનો કબજો મેળવી PM માટે હોસ્પિટલ ખસેડવાની તપાસ શરુ કરી હતી. એક જ પરિવારના બંને મોભી ગુમાવનાર પરિવારજનોમાં ભારે ચકચાર મચી જવા પામી છે તેમજ સમગ્ર ગામમાં પણ શોકનો માહોલ છવાય ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *