40 વર્ષથી વાળ કાપ્યા કે ધોયા ન હોવાથી લોકોએ બનાવી દીધા જટાધારી બાબા….

અજીબોગરીબ શોખ પડવાની હિંમત બહુ જ ઓછા લોકો કરી શકે છે. અહીં પણ એક વ્યક્તિની અજીબો ગરીબ શોખના કારણે ગામના લોકોએ તેનું નામ જટાધારી બાબા…

અજીબોગરીબ શોખ પડવાની હિંમત બહુ જ ઓછા લોકો કરી શકે છે. અહીં પણ એક વ્યક્તિની અજીબો ગરીબ શોખના કારણે ગામના લોકોએ તેનું નામ જટાધારી બાબા પાડી દીધું છે. આ વ્યક્તિ બિહારના મુંગેર જિલ્લા મા રહે છે. જેનું નામ સકલ દેવ ટુંડે અને તેમની ઉંમર 63 વર્ષની જાણવા મળ્યું છે.તેમના માથા પર રહેલી લાંબી ગુછભરેલી જટ્ટા સ્થાનિકોમાં જબરો ચર્ચાનો વિષય બની રહ્યો છે.

શકલ દેવનો દાવો છે કે તેણે લગભગ ૪૦ વર્ષથી માથાના વાળ કપાવ્યા નથી કે ધોયા પણ નથી. તેમના માથે ખુબજ લાંબા વાળ નો ગુચલું જોવા મળી રહે છે. જેના પરથી જણાઈ આવે છે કે તેમણે ખરેખર 40 વર્ષથી વાળ કપાવ્યા નહીં હોય. શકલ દેવ ઊભા રહે ત્યારે તેમના વાળ જમીનને અડી જાય છે.

જો કે આવું કરવાનું સકલ દેવભાઈ ખૂબ જ અજીબો-ગરીબ કારણ આપે છે . ટગળા ગામના રહેવાસી સકલ દેવ નું કહેવું છે કે, 40 વર્ષ પહેલા મને એક વાર સ્વપ્નમાં ભગવાન દેખાય હતા. અને તેમણે આદેશ આપતા કહ્યું હતું કે હવે કદી તારા વાળ કાપીસ કે ધોઈસ નહીં. બસને એ હુકમ ને ભગવાનના આદેશ સમજીને માની લીધો અને ત્યારબાદ પછી મેં ક્યારેય વાળ કપાવ્યા કે ધોયા નથી.

સકલ દેવ નું કહેવું છે કે, માત્ર આ જ કારણોસર અત્યારે મારા વાળ લગભગ સાત ફૂટ અને ત્રણ ઇંચ લાંબા છે. 31 વર્ષ સુધી વનવિભાગમાં કામ કરી ચૂકેલા સકલ દેવનો કહેવું છે કે, તેને બાળપણથી જ વાળ લાંબા રાખવાનો શોખ હતો. પણ ભગવાનના આદેશ પછી તો તરત જ તેમને આ સ્વીકારી લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *