ગુજરાતમાં ગીર સોમનાથ જીલ્લાના ખેડૂત સાથે બન્યો ચમત્કારિક કિસ્સો- સમગ્ર ઘટના જાણીને આંખો ભીની થઇ જશે 

ગુજરાતમાં ગીર સોમનાથ જીલ્લાના એક ખેડૂત સાથે ચમત્કારિક ઘટના બની હતી. જેમાં ખેડૂત સાથે મેડીકલ-મિરેકલ જેવી ઘટના બની હતી. તૌકતે વાવાઝોડામાં આ ખેડૂતે પોતાની એકમાત્ર…

ગુજરાતમાં ગીર સોમનાથ જીલ્લાના એક ખેડૂત સાથે ચમત્કારિક ઘટના બની હતી. જેમાં ખેડૂત સાથે મેડીકલ-મિરેકલ જેવી ઘટના બની હતી. તૌકતે વાવાઝોડામાં આ ખેડૂતે પોતાની એકમાત્ર આંખ ગુમાવી દીધી હતી.

ગુજરાતમાં આવેલ તૌકતે વાવાઝોડાએ સમગ્ર રાજ્યને ધમરોળી નાખ્યું હતું અને વાવાઝોડાને કારણે કેટલાય લોકોને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. વાવાઝોડાની તબાહીને કારણે કેટલાય ખેડૂતોએ પોતાની જીવનભરની કમાણી ગુમાવી દીધી હતી. આ નુકસાનની ભરપાઈમાં લોકોને વર્ષોના વર્ષો લાગી જશે. પરંતુ હવે એક ચમત્કારિક ઘટના સામે આવી છે, જેમાં એક ખેડૂત સાથે મેડીકલ મિરેકલ જેવી ઘટના બની હતી.

રાજ્યના ગીરસોમનાથ જીલ્લામાં ખેડૂત જેમનું નામ છે નાનુભાઈ સાવલીયાએ મેં મહિનામાં તૌકતે વાવાઝોડાને કારણે તેમણે ઈજા થતા પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી, જેને લીધે નાનુભાઈને ખુબ જ મુશ્કેલી પડી રહી હતી.

નાનુભાઈએ પોતાની આંખોની રોશની ગુમાવતા તેમનું જીવન અંધકારમય બની ગયું હતું. સાથે સાથે આખા પરિવાર પર દુઃખની મુશ્કેલ ઘડી આવી પડી હતી. અંદાજે નાનુંભાઈના તમામ પરિવારજનોએ આશા છોડી દીધી હતી કે તેમની આંખો ક્યારેય પાછી નહિ આવી શકે. પરંતુ એવી ઘટના બની કે જેમને કારણે પરિવારના તમામ સભ્યોના મુખ પર સ્મિત આવી ગયું હતું અને પરિવારમાં ખુશીનો માહોલ છવાય ગયો હતો.

નાનુભાઈની આંખની સર્જરી અમદાવાદની નેત્રાલય હોસ્પિટલમાં કરવવામાં આવી હતી. આ સર્જરીનો પ્રયત્ન સફળ ગયો હતો અને તેમનું જીવન અંધકારમય માંથી પ્રકાશમય બની ગયું હતું. 26 જુલાઈના રોજ નાનુભાઈની આંખોની રોશની પરત આવી ચુકી હતી અને પરિવાર ખુશખુશાલ થઇ ગયો હતો.

અમદાવાદની નેત્રાલય હોસ્પીટલના આંખોના નિષ્ણાત ડોક્ટર પાર્થ રાણાએ જણાવતા કહ્યું હતું કે, નાનુભાઈની આંખમાં કૉર્નીયા ફાટી જવાનાં કારણે બ્લડ નીકળી જવાની સાથે સાથે કેટરેક્ટ પણ હતું. આ પ્રકારની સ્થિતિ ખરેખર ખુબ જ કોમળ હોય છે અને અમે ત્રણ ડોક્ટરોએ ભેગા મળીને આ પ્રકારની અનેક સર્જરીઓ કરી છે. આ પ્રકારની સર્જરી થ્રી-ડી ટેક્નોલોજીથી કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *