પાલનપુર-આબુરોડ હાઈવ પર સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાનાનો થયો પર્દાફાશ- બહારથી છોકરીઓ લાવી…

પાલનપુર(ગુજરાત): પાલનપુરમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું છે. પાલનપુર ડિવિઝન સહિત પશ્ચિમ પોલીસની ટીમે શહેરમાં આવેલા સ્પામાં બહારથી છોકરીઓ લાવીને દેહ વ્યાપાર કરાવતા 2 વ્યક્તિને…

પાલનપુર(ગુજરાત): પાલનપુરમાં સ્પાની આડમાં ચાલતું કુટણખાનું પકડાયું છે. પાલનપુર ડિવિઝન સહિત પશ્ચિમ પોલીસની ટીમે શહેરમાં આવેલા સ્પામાં બહારથી છોકરીઓ લાવીને દેહ વ્યાપાર કરાવતા 2 વ્યક્તિને પકડીને બે મહિલા વિટનેસને શેલ્ટરહોમમાં ખસેડી 7 લોકો વિરુધ ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આબુરોડ હાઈવે પર આવેલા સ્પા સેન્ટરોમાં સામાન્ય રીતે મસાજ સહિતની કામગીરી થતી હોય છે, પરંતુ આ સ્પા સેન્ટરની અંદર ગોરખ ધંધા ચાલી રહ્યાં હતાં. પોતાના મળતિયાઓ સાથે મળીને સ્પા સેન્ટરના સંચાલક બહારથી છોકરીઓ બોલાવી સ્પા સેન્ટરની આડમાં કૂટણખાનું ચલાવી રહ્યો હતો.

શહેરની પશ્ચિમ પોલીસને તથા પાલનપુર ડિવિઝન પોલીસને આ સમગ્ર મામલાની જાણ થતા રેકેટનો પર્દાફાશ કરવા માટે ડમી ગ્રાહક તૈયાર કરીને સ્પા સેન્ટરમાં મોકલતા જ સ્પા સેન્ટરમાં દેહવ્યાપારનો વ્યવસાય થતો હોવાનું જાણવા મળ્યું હતું. તેને કારણે પોલીસે સ્પા સેન્ટરમા કામ કરતા શંકર અને જિગર નામના વ્યક્તિની ધડપકડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન પોલીસને  મળેલી 2 મહિલાઓને પોલીસે શેલ્ટરહોમમાં ખસેડી વિટનેસ તરીકે પૂછપરછ જાણવા મળ્યું હતું કે, તેમાંથી એક મહિલા મુંબઇની તો બીજી મહિલા આસામની છે.

મળતી માહિતી અનુસાર, સ્પાના સપ્લાયરો દિલ્હી તેમજ કર્ણાટકથી પણ છોકરીઓ લાવતા હતા. જેને કારણે અત્યારે આ સમગ્ર મામલે પોલીસે સ્પાના સંચાલક, સ્પામાં કામ કરતા કામદારો સહિત સપ્લાયર મળીને કુલ 7 લોકો વિરુધ ફરિયાદ નોંધી રેકેટના મૂળ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *