દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા શિલા દિક્ષીતનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. એસ્કોર્ટ હોસ્પિટલમાં શિલા દિક્ષીતે અંતિમ શ્વાસ લીધા. તેઓ 15 વર્ષ સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા.
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું નિધન થઈ ગયું છે. શીલા દીક્ષિતની ઉંમર 81 વર્ષ હતી. તેઓ 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. શીલા દીક્ષિત લાંબા સમયથી બીમાર હતા. હાલમાં તેમની પાસે દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી હતી. હાલમાં પૂરી થયેલી લોકસભા ચૂંટણીમાં તેઓ ઉત્તર પૂર્વ દિલ્હીથી ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ તેમને સફળતા નહોતી મળી.
શિલા દિક્ષીતનો જન્મ 31 માર્ચ 1938માં પંજાબના કપૂરથલામાં થયો હતો. તેઓ દિલ્હીના ત્રણ વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2014માં તેમને કેરળના રાજ્યપાલ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે 25 ઓગસ્ટ 2014ના રોજ રાજીનામું આપી દીધું હતું. તેમણે આ વર્ષે ઉત્તર-પૂર્વ દિલ્હીથી પણ ચૂંટણી લડી હતી. જોકે તેઓ મનોજ તિવારી સામે હારી ગયા હતા.
તેમણે દિલ્હીની કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલથી ભણતર મેળવ્યું હતું અને પછી દિલ્હી યુનિવર્સિટીની મિરાંડા હાઉસ કોલેજથી માસ્ટર્સ ઓફ આર્ટ્સની ડિગ્રી પણ હાંસલ કરી હતી. શીલા દીક્ષિત 1984થી 1989 સુધી ઉત્તર પ્રદેશના કન્નૌજથી સાંસદ રહ્યા હતા. સાંસદ તરીકે તેઓ લોકસભાની એસ્ટિમેટ્સ કમિટીનો હિસ્સો પણ રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.