આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.
ત્યારે હવે આમ આદમી પાર્ટી સક્રિય થઇ રહી છે. સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને લોકોને ઉજાગર કરી રહી છે અને જેમ બને તેમ વધુને વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
વાહ CYSS વાહ
વિદ્યાર્થી હીત સાથે લોકહીત માં રાંધણગેસ કોભાંડ પકડનાર અમારૂં વિદ્યાર્થી સંગઠન#AAP_STUDANT_WING#CYSS_SURAT@CYSS_Surat @GujaratCyss @AAPGujarat pic.twitter.com/5GnIQZt3BE— CYSS Surat (@CYSS_Surat) July 29, 2021
ત્યારે હવે આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ એવી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પણ હમણાં ઘણા દિવસોથી સક્રિય થઇ છે અને વિદ્યાર્થીઓના હિત માટે સતત લડી રહી છે ત્યારે હવે કૌભાંડીઓનું કૌભાંડ બહાર પાડ્યું છે. છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS સુરતનો આક્ષેપ છે કે,યોગીચોક વિસ્તાર ના કિરણ ચોક પાસે શંકર મંડપ સર્વિસ સિદ્ધાર્થ એજન્સી ગેસ ના બાટલા નુ કૌભાંડ ચાલતું હતું, જેને પકડી પાડવામાં આવ્યું છે.
સાથે સાથે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓએ જણાવતા કહ્યું છે કે અમે ઘણા સમયથી આ જગ્યાએ વોચ રાખીને બેઠા હતા અને કહ્યું છે કે, કંપનીમાંથી આવતા ગેસના બાટલાને આ જગ્યાએ લાવીને તેમાંથી એક બે કિલો ગેસ કાઢીને નવા બાટલા માં રિપીટ કરવામાં આવતા હતા અને તે સ્થાનિક લોકોને વહેચવામાં આવતા હતા. જેને લીધે આજે વિદ્યાર્થીઓ અચાનક રેડ પાડીને આ સમગ્ર મામલો બહાર લાવીને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.
ત્યારે હવે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના વિદ્યાર્થીઓ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસ પોતાની તપાસને આધારે આગળની કાર્યવાહી હાથ ધરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.