સુરત(ગુજરાત): આજકાલ સુરતમાંથી હત્યા તો જાણે એક સામાન્ય ખેલ બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ખુલ્લેઆમ અસામાજિક તત્વો આતંક મચાવતા ઘણા કીસ્સા સમ આવતા રહે છે. આ દરમિયાન ઉધના વિસ્તારમાં આવેલી રામ કૃષ્ણ હિન્દી વિદ્યાલયના સિનિયર-જુનિયર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી નજીવી બાબતના ઝઘડામાં ચપ્પુ ઉછળતા એકને પેટના ભાગે ગંભીર ઇજા પહોચી હતી.
શાળાની બહાર થયેલા ઝઘડા બાદ ગંભીર રીતે ઘવાયેલો વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ ખસેડાતા સિનિયર વિદ્યાર્થીને 11 ટાંકા આવ્યાં હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતા વિદ્યાર્થીઓ ચપ્પુ લઈ શાળામાં આવતા હોવાની ચર્ચાઓ ઉભી થવા પામી હતી.
વિવેક રાજપૂતએ જણાવ્યું હતું કે, ગુરૂવારના રોજ એક જુનિયર વિદ્યાર્થીએ શાળામાં ઇજાગ્રસ્ત અંકિત રોહિત પટેલ રહે પાંડેસરા મહાદેવનગરને અપશબ્દ કહી પાણીનો નળ ક્યાં છે? એમ પૂછ્યું હતું. જેને લઈ અંકિતે સભ્યતામાં રહીને વાત કર. એમ કહી ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી આજે જુનિયર વિદ્યાર્થી તેના મોટા ભાઈને લઈને શાળાએ આવ્યો હતો. જ્યાં સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો મારામારી પર ઉતરી ગયો હતો. જોકે, લોકો વચ્ચે પડતા બન્ને પક્ષકારો વેર વિખેર થઈ ગયા હતા.
જાણવા મળ્યું છે કે, અંકિત અને તેના મિત્રો શાળામાંથી જતા રહ્યા હતા. 3 વાગ્યે શાળા છૂટ્યા બાદ બહાર નીકળતા જુનિયર વિદ્યાર્થી તેના ભાઈ સાથે શાળા બહાર ઉભો હતો. અંકિતને બહાર નીકળતા જોઈ બન્ને એની ઉપર તૂટી પડ્યા હતા અને ત્રણ વાર ચપ્પુના ઘા માર્યા હતાં. મેં અંકિતને બચાવવા વચ્ચે પડ્યો હતો. તેમ છતાં અંકીતને પેટમાં એક ઘા વાગી ગયો હતો. જેથી તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આવતા તેને ઓપરેશનમાં લઇ જવામાં આવ્યો હતો.
અંકિતને પેટના ભાગે 11 ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું હોવાનું કહેતા વિવેકે વધુમાં ઉમેર્યુ કે, ઘટના CCTVમાં કેદ થઈ જતા આ ઘટના ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ પણ ઘટનાની જાણ બાદ દોડી આવી હતી. હુમલાના તમામ ફુટેજ મેળવી પોલીસ દ્વારા અંકિતના નિવેદન લીધા છે. હાલ આ અંગે ઉધના પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, જુનિયર વિદ્યાર્થી ધોરણ-9માં અભ્યાસ કરનારના ભાઈએ અંકિતને ચપ્પુ માર્યું હોવાનું સામે આવ્યું છે. અંકિતના પિતા રીક્ષા ચાલક છે. તેના પરિવારના એક ભાઈને એક મહિના પહેલા જ સાપ કરડવાથી મોત નીપજ્યું હતું. યુપીવાસી પરિવારમાંથી અંકિત આવે છે. ચપ્પુ વાગ્યા બાદ પરિવારમાં દુઃખનો માહોલ છવાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.