માર્ગ અકસ્માતમાં એકસાથે 4 ડોક્ટર વિદ્યાર્થીઓએ ગુમાવ્યા પોતાના જીવ- આખો પરિવાર થયો શોકમગ્ન

અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. અકસ્માતની આ ગોઝારી ઘટનામાં કુલ 4 ડોક્ટરે પોતાના જીવ ગુમાવ્યા હતા કે, જેમાં મૃતક ફોરમ હર્ષભાઇ ધ્રાંગધરીયા કે, જેઓ કોઠારીયા રોડ નંદા હોલ નજીક ભારતી નગરમાં રહેતા હતા.

આની સાથે જ હોમિયોપેથી કોલેજનાં ચોથા વર્ષમાં અભ્યાસ કરતી તેમજ પરિવારમાં મોટી હતી. તેના પિતા મિસ્ત્રી કામ કરે છે. આશાસ્પદ દિકરીના મોતથી ગુર્જર સુથાર પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. વાજડી પાસે અકસ્માતને લીધે કુલ 4 વિદ્યાર્થીઓના દર્દનાક મોત થયા હતા.

જેમાં 22 વર્ષીય આદર્શભારતી પ્રવીણભારતી ગૌસ્વામિ નવાગામનો વતની છે. પોતે 2 ભાઇ બહેનમાં નાનો હતો. એના પિતા જમીન મકાનની દલાલીના કામ સાથે સંકળાયેલ છે. જયારે 23 વર્ષીય નિશાંત નીતિનભાઇ દાવડા અને ૨૧ વર્ષીય ફોરમ હસદભાઇ ધ્રાગધરીયાનો સમાવેશ થાય છે.

રાજકોટના ખીરાસરા પાસે વાજડી ગામમાં એક અકસ્માતમાં 3 વિદ્યાર્થીઓનાં મોત થયા હતા કે, જેમાં મૃતક ત્રણ વિદ્યાર્થીઓ સાથે ઘવાયેલા રાજકોટ મહાનગરપાલિકામાં તબીબ તરીકે નોકરી કરતી સીમર તથા કૃપાલી ખીરાસરા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવા માટે ગયા હતા.

જો કે, ત્યાંથી પાછા ફરતી વખતે કોઇ કારણસર ગાડી ડિવાઇડર સાથે અથડાતા સામેના રસ્તે પલટી મારી ગઇ હતી. જેને લીધે સામેથી આવી રહેલ ST બસની ઠોકર લાગી હતી. જેને લીધે ગાડીના ફુરચે ફુરચા નીકળી ગયા હતા. વિદ્યાર્થીઓના મોતને લીધે વાતાવરણ ગમગીન બની ગયું હતું.

આની સાથે પરિવારજનોઈ કરેલ આક્રંદને સાંભળી કદાચ પથ્થર પણ પીગળી જાય તેવું કરૂણ વાતાવરણ સર્જાયું હતું. હાલમાં તો પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે કે, ગાડી ડિવાઇડર સાથે કઇ રીતે અથડાઇ. હાલમાં પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ ચલાવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *