સોસીયલ મીડિયા પર અવારનવાર કેટલાક લોકોના રાતોરાત નસીબ ચમકી ગઈ હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ કઈક આવી જ એક ઘટના સામે આવી રહી છે. ઘણીવાર અજાણ્યા નંબર પરથી કોલ આવતા હોય ત્યારે તમે તેને રિસીવ કરવાનું પસંદ કરતા નથી.
ફક્ત આટલું જ નહીં પણ જે સ્માર્ટફોનમાં ટ્રુકોલર હોય છે કે, જેમાં આસાનીથી સ્પેમ કોલ ડિડક્ટ થઈ જાય છે. મોટાભાગનાં લોકો આવા સ્પેમ કોલ રિસીવ કરતા નથી પણ હાલમાં એક ખુબ અજીબોગરીબ ઘટના સામે આવી રહી છે. જેને જાણીને તમારી આંખો પહોળી થઈ જશે.
મહિલાને 11 કરોડની લોટરીનો જેકપોટ લાગ્યો:
મહિલાને સ્કેમર્સ આવતા કોલ હોવા છતાં શંકાથી ઘણીવાર આવેલ કોલને રિસીન કર્યા ન હતા. જ્યારે તેને ગુસ્સામાં ફોન ઉઠાવ્યો ત્યારે તેને જાણ થઈ કે તેને અંદાજે 1.5 મિલિયન ડોલર એટલે કે, 11 કરોડથી વધારેની લોટરીનો જેકપોટ લાગ્યો છે.
અજાણ્યો નંબર સમજીને કોલ રિસીવ ન કર્યો:
ઓસ્ટ્રેલિયાનાં તસ્માનિયાની લાઉસેસ્ટેનમાં રહેતી મહિલાને ‘ધ લોટ’ના અધિકારીઓ કહ્યું હતું કે, તે તેમના ફોન કોલ ઉઠાવવાનું ટાળી રહી હતી કેમ કે નંબર અજાણ્યો હતો. મહિલા જણાવે છે કે, હું અજાણ્યા નંબરથી આવતા કોલ રિસીવ નથી કરતી.
કારણ કે, મને હંમેશાં એવું લાગે છે કે કોલ્સ ફ્રોડ માટે હોય છે, તો અમુક લોકો મસ્તી માટે તેમજ હેરાન કરવા માટે ફોન કરતા હોય છે પણ તમે મને આટલીવાર ફોન કર્યો તો મને લાગ્યું કે હું ફોન ઉપાડીને જવાબ આપું તેમજ કઈ બાબતમાં વાત કરવા માંગે છે તે જાણી લઉં.
મહિલાને ફોન પર કહેવાયુ હતું કે, તેને 31 જુલાઈનાં રોજ ટેટ્સલોટ્ટો ડ્રાઈંગમાં $1.47 મિલિયનનો જેકપોટ લાગ્યો છે. તેમને વેસ્ટબેરીમાં ફેસ્ટિવલ વેસ્ટબરી લોટ્ટો આઉટલેટથી પોતાની ટિકિટની ખરીદી કરી હતી. આ પૈસાથી તેનો પરિવાર ઘણું કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. પહેલા અમે અમારા બીલની ચૂકવણી કરીને પછી પૈસાનું રોકાણ કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.