લગ્ન સમારોહમાં બુટ ચોરવા માટે સાળીઓએ કર્યું એવું કે, જમીન પર જ સુઈ ગયા જીજાજી- જુઓ વિડીઓ

સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે. ત્યારે અમુક વિડીઓ દિલધડક હોય છે તો અમુક વિડીઓ એટલા રમુજી હોય છે કે આપડે…

સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે. ત્યારે અમુક વિડીઓ દિલધડક હોય છે તો અમુક વિડીઓ એટલા રમુજી હોય છે કે આપડે તેને જોઇને ખડખડાટ હસી પડીએ છીએ. ત્યારે આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જાણીએ શું છે સમગ્ર વિડીઓમાં…

વિડીઓ દરમિયાન સાળીઓએ જીજાજીના બુટ ચોરી કરવામાં લાગી હતી. બુટ ચોરવાના ચક્કરમાં બુટ જ ગાયબ થય જતા હોય છે. પરંતુ અહિયાનો મામલો કઈક અલગ જ છે. બુટ ચોરવામાં સમયે સાળીઓ અને સાળાઓ બંને બુટ લેવા લાગ્યા. વરરાજો પણ કઈ ઓછો નહોતો. તેમણે પોતામાં બુટ પોતાના પગ નીચે જ દબાવી રાખ્યા.

ઇન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં, જોઇ શકાય છે કે પહેલા સાળી આવીને બુટ છીનવાનો પ્રયત્ન કરે છે અને વરરાજાના મિત્રો અને પરિવારજનો તેમને રોકવાની કોશીશ કરે છે. ત્યારે વરરાજો જમીન પર સૂઈ જાય છે અને કન્યા પણ આ જોઈને હસવા લાગે છે. જમીન પર સુઈ ગયેલો વરરાજો તેના પગરખાં બચાવવા માટે ખુબ પ્રયત્ન કરે છે.

ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. બુટ ચોરીની ધાર્મિક વિધિમાં સાળીઓ આટલી લડતા જોવી એ ખૂબ જ વિચિત્ર વાત છે. આ વિડીઓને અત્યાર સુધી હજારો લોકો પસંદ કરી ચૂક્યા છે. ટ્રેન્ડિંગ દુલ્હનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વિડીઓ શેર કર્યો છે. આ વિડીઓ અંગે યુઝર્સ રમુજી ટિપ્પણી પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘વરરાજો મને કંજુસ લાગે છે. જુઓ કે તે પૈસા દેવાથી બચવા માટે જમીન પર જ સુઈ જાય છે. બીજા યુઝર્સએ લખ્યું, ‘સૌથી સારી કોશિશ… ફેન્ટાસ્ટિક વરરાજા.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *