સુરત(ગુજરાત): રાતોરાત ફેમસ થવા માટે સોશિયલ મીડિયામાં યુવાનો વીડિયો બનાવીને અલગ અલગ વેબસાઇટો પર અપલોડ કરે છે. જોકે વીડિયોના કારણે ક્યારેક વિવાદ પણ થતો હોય છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે સુરતની એક યુવતીએ બંદૂક સાથે ફોટો અને દાદાગીરીની છબી ધરાવતા વીડિયો બનાવી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો હતો. જોકે આ વીડિયો વાયરલ થયા પછી આ યુવતી ચર્ચામાં આવી છે.
સામાન્ય લોકો માટે સોશિયલ મીડિયા એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું છે. જોકે ક્યારેક તેના કારણે વિવાદ પણ થાય છે. સોશિયલ મીડિયા પર આજના યુવાનો રાતોરાત ફેમસ થવા માટે અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવીને અપલોડ કરતા હોય છે. સુરતની એક યુવતીએ પોતાના અસંખ્ય વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે. આ યુવતીએ સુરતનો ડુમસ દરિયાકિનારો હોય કે તાપી નદીનો કિનારો તમામ જગ્યા ઉપર પોતાની સાથે બંદૂક રાખીને અનેક વીડિયો બનાવ્યા છે. જેના કારણે તે હાલ વિવાદમાં ફસાઇ છે.
ડોનની છબી બનાવવા માટે વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હોય તેવી વાતો પણ સામે આવી છે. જોકે બંદૂક એવું સાધન છે કે જેને રાખવું ગેરકાયદેસર છે. ત્યારે આ યુવતીએ પોતાને ડોન સાબિત કરવા માટે અલગ-અલગ વીડિયોમાં ડોન ગીરી કરતા હોય તેવા અનેક વીડિયો બનાવ્યા છે.
તમામ વીડિયોમાં યુવતી પાસે પ્રતિબંધ હોવા છતાં બંદૂક દેખાય છે. જેથી આ યુવતી વિવાદમાં આવી છે. તેની પાસે રહેલ હથિયાર ખરેખર સાચી બંદૂક છે કે રમકડું છે તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. યુવતીએ રાતોરાત ફેમસ થવા માટે આવા વીડિયો બનાવ્યા છે. આ વીડિયો વાયરલ થતાં હવે આ યુવતી વિવાદોમાં સપડાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, આ મામલે પોલીસ આ યુવતી પર કયા પ્રકારની કાર્યવાહી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.