માર્ગ અકસ્માત તેમજ આગ લાગી ઉઠવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક ખુબ ભયંકર ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં આવેલ કુવાડવા રોડ પર આગની ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા રોડ પર આવેલ કુવાડવા પોલીસ સ્ટેશન નજીક હનુમાન મંદિર પાસેથી આગજનીની ઘટના બની છે.
જ્યાં ઈંધણથી ભરેલા ટેન્કર તથા સિમેન્ટ ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત થતાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાને કારણે હાઇવે પર થોડા સમય સુધી ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. આગ પર કાબૂ મેળવ્યા પછી પોલીસ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો. ઘટનાને કારણે ઘટનાસ્થળ પર લોકોને ટોળાં પણ એકત્ર થઈ ગયા હતા.
જોતજોતામાં બંને વાહનો આગમાં બળીને ખાખ થઈ ગયા હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા. બનાવ બનતાની સાથે જ લોકોના ટોળે ટોળાં એકત્ર થઇ ગયા હતા. તાત્કાલિક અસરથી ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર બ્રિગેડ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બીજી બાજુ પોલીસ તરફથી ટોળાને વિખેરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ મનપાના ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ખુબ ભારે જહેમત પછી આગ કાબૂમાં આવી હતી. આગ બૂઝાઇ જતા રાજકોટ-અમદાવાદ હાઈવે પર રાબેતા પ્રમાણે વાહનોની અવરજવર પણ શરૂ કરી દેવામાં આવી હતી.
સમગ્ર ઘટનામાં સિમેન્ટથી ભરેલ ટ્રકનાં ચાલક છગનભાઈ મકવાણા નામના વ્યક્તિને ઇજા થતાં તેમને સારવાર માટે શહેરની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલમાં રાણાવાવના છગનભાઈ મકવાણાની શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બીજી બાજુ સમગ્ર મામલે કુવાડવા પોલીસે બનાવ સંબંધિત વ્યક્તિઓના નિવેદન નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અહીં નોંધનીય છે કે, રાજકોટ ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં મેટોડા GIDC નજીક ST બસ તથા હોન્ડા કંપનીની amaze કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે, ઘટનાસ્થળે જ કુલ 3 જેટલા ભાવિ તબીબોનાં મોત થયા હતાં. જ્યારે એક મહિલા ભાવિ તબીબનું સારવાર દરમિયાન મોત થયું હતું. આમ, એક જ અકસ્માતની ઘટનામાં કુલ 4 જેટલા લોકોઈ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.