પંચમહાલ નજીક જાંબુઘોડા-બોડેલી હાઇવે ઉપર મોડીરાત્રે ટ્રેક્ટર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત- 8 લોકો…

અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કુલ 8 લોકોને મોતનો…

અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કુલ 8 લોકોને મોતનો ભેટો થયો છે. ગઈકાલના રોજ મધરાત્રે જાંબુઘોડા બોડેલી રાજ્યના હાઇવે પાસે આવેલા ખાખરીયા ગામ નજીક ફૂલ સ્પીડમાં આવતા ઈકો ગાડીના ચાલકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરની પાછળ બેઠેલા 8 લોકોને ઈકો ગાડીની ટક્કર લાગતા ગંભીર ઇજા પહોચી હતી. જાંબુઘોડા બોડેલી તાલુકાના બુટીયા વસાહતના તડવી સમાજના લોકો પરિવાર સાથે ફાગવેલ અને મીનાવાડા ભગવાનના દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા.

મળતી માહિતી આનુસાર, કેટલાક લોકો ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગમાં બેઠેલા હતા. જેઓને જાંબુઘોડા બોડેલી રાજ્યના ધોરીમાર્ગ પાસે આવેલા ખાખરીયા ગામ પાસે પાછળથી અચાનક ઇકોના ચાલક દિપક બારીયા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. તે દરમિયાન ટ્રેક્ટરમાં પાછળ બેઠેલા છ લોકોને ઇજાઓ થતાં જાંબુઘોડા અને બોડેલી પાસે તાત્કાલિતપણે 108ને બોલાવવામાં આવી હતી. 108 આવતા ઈર્જા થયેલ તમામને જાંબુઘોડાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી ડોક્ટર શ્રીમોન સહિત તેમજ તેમના આખા સ્ટાફે ઈર્જા થયેલ બધા જ લોકોને પ્રાથમિક સારવાર આપી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે, ઇજાગ્રસ્તોમાં વિજય તડવી અને ફોગટ તડવીને આકસ્માત દરમિયાન પગે ફ્રેકચર થતા વડોદરા એસએસજી ખાતે રીફર કર્યા હતા. જ્યારે ભીડાના ઈકો ચાલકને પણ થયેલા ભયાનક અકસ્માત દરમિયાન ઇજાઓ થઇ હતી અને તેમને પણ સારવાર આપવામાં આવી હતી. જાંબુઘોડા પોલીસે આ અકસ્માતની ફરિયાદ દાખલ કરી હતી.

મળતી માહિતી આનુસાર, આકસ્માત દરમિયાન ઇજાગ્રસ્તોમાં વિજય ભાઈ શંકરભાઇ તડવી, મુકેશ ભાઈ ગણપતભાઈ તડવી, વિજયભાઈ બચુભાઈ તડવી, ફોગટ ભાઈ નાના ભાઈ તડવી, અશ્વિનભાઈ પ્રતાપભાઈ તડવી, રાહુલભાઈ જશુભાઈ તડવી તમામ બુટીયા વસાહત માકણીને રહેવાસી છે તે ઉપરાંત, રોહિતભાઈ સુરેશભાઈ બારીયા અને દિપકભાઈ ગુલાબભાઈ બારીયા ભિડાના રહેવાસી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *