સુરત(ગુજરાત): સુરતના કાપોદ્રામાં નીલકંઠ સોસાયટીમાં ઘી વેચવા માટે આવેલી બે મહિલાઓએ 4.20 લાખની ઠગાઈ કરી હતી. મહિલાઓએ સોનાનાં બિસ્ટીકના નામે 250 ગ્રામનાં પીત્તળનાં બિસ્કીટ પધરાવી દીધા હતા.
સોસાયટીમાં બે વર્ષથી ઘી વેચવા આવતી 2 મહિલાઓએ એક ઓગસ્ટના રોજ હંસાબેન માંગુકિયાને જણાવ્યું હતું કે, ઝુપડાંની બાજુમાં ખાડો ખોદતી વખતે તેમને માટીના ઘડામાંથી સોનાનાં ઘણા બિસ્કીટો મળ્યા છે. તે તેમને સસ્તા ભાવે આપી શકે છે. વિશ્વામાં હંસાબેનને લેવા માટે તેઓ સોની પાસે ખરાઈ કરાવવા માટે એક બિસ્કીટ પણ આપી ગયા હતા.
બિસ્કીટને હંસાબેને સોની પાસે ચેક કરાવતા બિસ્કીટ સોનાનો હોવાથી તેઓ વિશ્વાસમાં આવી ગયા હતા. બીજી વખત જ્યારે 4થી ઓગસ્ટે મહિલાઓ આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, તમારે બિસ્કિટ લેવી હોય તો હું 250 ગ્રામનાં બિસ્કીટ ફક્ત 4.20 લાખમાં તમને આપી દઇશ. જેથી મહિલાઓને હંસાબેને રૂપિયા આપી દીધા હતા. ત્યારબાદ હંસાબેને ખરાઈ કરાવતા તે પિત્તળનાં બિસ્કીટ નીકળ્યા હતા. ત્યારબાદ હંસાબેને કાપોદ્રા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મહિલાઓ સોસાયટીના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.