નવ માસના બાળકની માતા ચિખતી રહી અને નરાધમો પિંખતા રહ્યા- ગોંડલની રુવાડા ઉભા કરી દેતી ઘટના

રાજકોટ(ગુજરાત): તાજેતરમાં  ગોંડલ તાલુકાના ચોરડી ગામે એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં ત્રણ શખ્સો દ્વારા શ્રમિક પરિવાર પર જીવલેણ હુમલો કરી પરિણીતાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, ગોંડલ તાલુકામાં અવારનવાર દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુના નોંધાતા જ રહે છે. આ દરમિયાન વધુ એક વખત ગોંડલ તાલુકા પોલીસ મથકમાં અપહરણ, દુષ્કર્મ, જીવલેણ હુમલો કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના ચોરડી ગામે રહેતા શ્રમિક પરિવાર પર હિંમત ચારોલીયા, વિજય માથાસુરીયા તેમજ અબલો ચારોલીયા નામના ત્રણ જેટલા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ પરિણીતાનું બુલેટમાં અપહરણ કરી રતનપર પાસે પહેલા હિંમત ચારોલીયા દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. હિંમત ચારોલીયા બાદ પણ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસને પરિણીતાના પતિ દ્વારા કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે પરિણીતાના પતિ દ્વારા ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસ દ્વારા અપહરણનો પગેરું મેળવી રતનપરથી પરણિતાને શોધી કાઢી ઘટનાને અંજામ આપનાર આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર પરિણીતાએ પોતાના સગા મામા સાથે લગ્ન કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, ભોગ બનનાર મહિલાને સંતાનમાં 9 માસનો પુત્ર પણ છે. કયા કારણોસર ત્રણેય શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો તેમજ પરિણીતા સાથે આ પ્રકારનું જઘન્ય કૃત્ય આચર્યું તે અંગે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવું હવે અતી મહત્વનું બની રહેશે. આ સાથે જ આરોપીઓને કેટલા સમયમાં ઝડપી પાડવામાં આવશે તે પણ જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *