હાલમાં થોડા દિવસ પહેલા જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી નું મૃત્યુ થયું હતું. લોકો આ ઘટના થઈ શોક અનુભવી રહ્યા હતા. આ મહિલા મુખ્યમંત્રીએ દિલ્હી પર એકસાથે 15 વર્ષ સુધી રાજ કર્યું હતું.
પાટનગર નવી દિલ્હીના મુખ્ય પ્રધાનપદે પંદર વર્ષથી વધુ સમય રહેલાં શીલા દીક્ષિત પોતાના વારસદારો માટે કેટલી સંપત્તિ મૂકી ગયાં હશે એની ચર્ચા કોંગ્રેસી વર્તુળોમાં થઇ રહી હતી. 81 વર્ષના શીલાનું શનિવારે 20મી જુલાઇએ નવી દિલ્હીની એસ્કોર્ટ હૉસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તાજેતરની લોકસભાની ચૂંટણીમાં શીલાએ પણ ઉમેદવારી કરી હતી. ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા પોતાના ઉમેદવારી પત્રકમાં તેમણે પોતાની કુલ સંપત્તિ ચાર કરોડ, 92 લાખ 85 હજારની જણાવી હતી. એમાં 2,28, 36,000ના બોન્ડ હતા અને પાટનગર નવી દિલ્હીના પોશ એરિયામાં આશરે બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતો બંગલો હતો.
આ તો એમણે પોતે ઉમેદવારી પત્રકમાં જણાવેલી મિલકતની વાત છે. એમની સંપત્તિ વધુ હોઇ શકે છે એવું એમની લાંબા સમયની પોલિટિકલ કારકિર્દી જોતાં મનાય છે. એમના સસરા ઉમાશંકર દીક્ષિત પણ દાયકાઓ સુધી કોંગ્રેસમાં એક યા બીજું સ્થાન ભોગવતા રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.