ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ થતો હોવાના સરકારી દાવા થઈ રહ્યા છે ત્યારે હજુ પણ સમગ્ર રાજ્યમાં પોલીસના હાથે દરરોજના લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. કોરોનાના કપરા કાળમાં પણ બુટલેગરો બેફામ બની ગયા છે ત્યારે રાજ્યના છેવાડાનાં એટલે કે, વલસાડ જિલ્લાના પારડી પોલીસ દ્વારા એક કારમાંથી ખુબ મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
જો કે, તમને જાણીને પણ ખુબ આશ્વર્ય થશે કે, સુરતનો એક પોલીસકર્મી જ કોરોનાની મહામારીમાં દમણથી દારૂની ટ્રીપ મારીને માલામાલ થઇ જવા પર પારડી પોલીસ હાથે પકડાયો છે. રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનની હદમાં આવતી કલસર ચેકપોસ્ટ પર પોલીસ નાકાબંધી કરવામાં આવી હતી.
આ સમયે એક કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવતા કારમાંથી પોલીસ દ્વારા ૪ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ૪ પૈકી એક સુરત પોલીસકર્મી જ છે. પોલીસકર્મી રીંકેશ પોતાના મિત્રો સાથે દમણ પાર્ટી કરવા માટે આવ્યો હતો.
આની સાથે જ દમણમાં ખૂબ મોજ મજા કર્યા બાદ મિત્રોને સુરતમાં પણ પાર્ટી કરવાની ઇચ્છા જાગી હતી. જેને લઇ તેઓએ પોતાની કારમાં 15,700 રૂપિયાનો વિદેશી દારૂ લઇને સુરત બાજુ જઇ રહ્યા હતા ત્યારે પાર્ટી પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.
પારડીના કલસર પોલીસ ચેકનાકા દમણ પાતળિયા બાજુથી આવી રહેલ કાર નં GJ 05 JQ 3444 ને અટકાવવામાં આવી હતી કે, જેમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળીને કુલ બોટલ નંગ 43 જેની કિંમત 15,700 રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. કારમાં દારૂ સાથે ૪ ઈસમો સામે પ્રોહિબીશનનો ગુનો પારડી પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હતો.
જેમાં સુરત અઠવાલાઇન્સનો પોલીસ કોન્સ્ટેબલ રીંકેશ ગણેશભાઈ સારંગ કારમા દારૂના જથ્થા સાથે પકડાયો હતો તેના જોડે અન્ય કલ્પેશ મોહનભાઈ સેલર, કેતન ઠાકોરભાઈ સેલર તેમજ રાહુલ અતુલભાઈ સેલરની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, 2 દિવસ પહેલાં એક સસ્પેન્ડ પોલીસ કર્મી દારૂ સાથે પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.