બોલીવુડ ફિલ્મજગતમાં નોરા ફતેહી એક ખુબ પ્રખ્યાત કેનેડિયન મોડલ- ડાન્સર છે કે, જે હવે બોલિવૂડમાં કામ કરી રહી છે. નોરાનાં મોર્ડન ડ્રેસઅપમાં આમ તો નજર આવતી હોય છે પરંતુ હાલમાં તે સાડીમાં નજર આવી છે તો લોકો તેની સુંદરતાનાં દિવાના થઇ ગયા છે.
નોરાનો મોર્ડન ડ્રેસઅપમાં જોવી કંઇ નવી વાત નથી પરંતુ જ્યારે પણ સાડી પહેરીને ભારતીયતાનાં રંગની નજર આવી છે તો લોકો તેની સુંદરતાનાં પણ દિવાના થઇ ગયા છે. ‘દિલબર’ ગર્લનું નામથી જાણીતી નોરા ફતેહીએ જ્યારે નવી નવેલી દુલ્હનની જેમ શ્રૃંગાર કરીને સાડી પહેરેલ ફોટો શેર કર્યાની તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
નોરાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કેપ્શનમાં લખ્યું છે કે, ‘બિન્તે દિલ મિસરિયા મે..’ નોરાનાં આ લૂક જોઇને ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ તો નોરાને પુછી પણ લીધુ કે, ‘મુજસે શાદી કરોગી..’ નોરા ફતેહીએ માત્ર સાડી જ પહેરી ન હતી પરંતુ માથે પલ્લૂ પણ રાખ્યો છે.
સંસ્કારી ભારતીય મહિલાની જેમ નજર આવી રહી છે. નોરાએ આઇવરી-ગોલ્ડન કલરની એમ્બ્રોડરી વાળી લાલ બોર્ડરની સાડીની સાથે હેવી જ્વેલરી પહેરી છે. માથા પર બિંદી લગાવેલ નોરા ખુબજ ખુબસુંદર લાગી રહી છે. એક ફેને તેની પોસ્ટ પર કમેન્ટ કરતાં તેને ‘સુંદર, સુશીલ નારીનું સ્વરૂપ’ જણાવી છે.
એવું સૌપ્રથમવાર નથી થયું કે, નોરાએ સાડી પહેરી હોય આ પહેલાં પણ તે ઘણીવાર સાડીમાં નજરે આવી છે. સાકી-સાકી, કમરિયા, જેવાં સુપરહિટ આઇટમ સોંગ પર ડાન્સ માટે જાણીતી નોરા ફતેહી ખુબજ સ્ટાઇલિશ અભિનેત્રી છે તે તમામ પ્રકારનાં આઉટફિટમાં પરફેક્ટ લાગે છે.
તુટેલી ફુટેલી હિન્દી બોલનાર નોરા ફતેહીને સાડીમાં જોઇ ફેન્સ પણ ખુશ થઇ ગયા છે. તેને સાડીમાં જોઇને ફેન્સ તેનાં રોયલ લૂકનાં કાયલ થઇ ગયા છે. નોરા ફતેહી ‘સ્ટ્રીટ ડાન્સ 3D’ ફિલ્મમાં નજર આવી હતી. આ બંને ડાન્સિંગ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને 3’માં જજનાં રૂપમાં નજર આવે છે. ધ્મેશ યેલાંડે, તુષાર કપૂર તથા શોની હોસ્ટ ભારતી સિંહ- હર્ષ લિંબાચીયાની સાથે મસ્તી કરતી નજર આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.