રાજકોટ(ગુજરાત): હાલમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજાની ભૂલને લીધે માસુમો ભોગ બનતા હોય છે. મોટા ભાગના લોકો તો અકસ્માતમાં જ જીવન ટૂંકાવતા હશે. આ દરમિયાન, ફરીવાર એક ગંભીર અકસ્માત બનવા પામ્યો છે. જેમાં જસદણ અને ગોંડલમાં બે અકસ્માતની ઘટના બની છે. આ બંને અકસ્માતમાં મોભીના મોત થતા પરિવારમાં અંધકાર છવાઇ ગયો છે.
પ્રથમ ઘટનાની વાત કરીએ તો જસદણની ગઢડીયા ચોકડી પાસે ટ્રકે બાઇકસવારને કચડ્યો હતો. માથા પર તોતિંગ વ્હિલ ફરી વળતા પ્રૌઢના માથાની ખોપરી બહાર નીકળી ગઈ હતી જેથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેમજ બીજી ઘટના ગોંડલમાં બની છે. જેમાં ટ્રક પ્રૌઢ પર ફરી વળતા તેનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું છે.
જાણવા મળ્યું છે કે, જસદણ બાયપાસ ગઢડીયા ચોકડી પાસે આજે સવારે નમકીન ભરેલા ટ્રકે બાઈકને ઉલાળ્યું હતું. જેમાં બાઈકચાલક પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળતા માથાની ખોપરી બહાર નીકળી ગઈ હતી અને ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે લોકોના ટોળે-ટોળા થઇ ગયા હતા. મૃતકનું નામ મનુભાઈ ગોરધનભાઈ વેકરીયા હોવાનું જાણવા મળ્યું હતું. બાઈક ટ્રક નીચે આવી ગયું હતું. 108ના પાયલોટ મનસુખભાઈ મેણીયા ડોક્ટર ગોરધનભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા પણ બાઈકચાલકનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાને પગલે 108ની ટીમ દોડી ગઇ હતી અને બાઇકચાલક મનુભાઇને તપાસતા મૃત જાહેર કરવામાં આવી હતા. મનુભાઇના ખિસ્સામાં 12 હજાર જેવી રોકડ રકમ હતી. જે 108ની ટીમ દ્વારા પોતાની પાસે રાખી હતી. ત્યારબાદ પોલીસ દોડી આવી 108 મારફત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા ત્યારે 108ની ટીમ દ્વારા મનુભાઇના ખિસ્સામાં રહેલા 12 હજાર રૂપિયા તેમના પરિવારજનોને આપી પ્રામાણિકતા દેખાડી હતી.
ગોંડલના જૂના માર્કેટ યાર્ડના દરવાજા પાસે અજાણ્યા પ્રૌઢ પર ટ્રક ફરી વળતા ઘટનાસ્થળે જ પ્રૌઢનું કરુણ મોત નીપજ્યું હતું. આથી ગોંડલ શહેર પોલીસ અને ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મૃતક પ્રૌઢના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.