વલસાડ(ગુજરાત): આજકાલ વધી રહેલા દુષ્કર્મના બનાવો દરમિયાન ફરીવાર એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ફરી એકવાર બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે. આ વખતે ઉમરગામના સરીગામમાં 8 વર્ષની બાળકીને ચોકલેટ આપી ઘરમાં બોલાવી નરાધમે પાડોશી દ્વારા દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, પીડિતાની માતાની ફરિયાદના આધારે ભીલાડ પોલીસ દ્વારા જાવેદ ખાન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ઉમરગામના ભીલાડ પોલીસ સ્ટેશનની હદમાં સરીગામ વિસ્તારમાં રહેતી એક 8 વર્ષીય બાળકી બુધવારના રોજ સવારે બીમાર મામાના ઘરે રોટલી આપવા ગઇ હતી. ત્યાંથી પરત ફરતી વખતે જાવેદ ખાન નામના નરાધમે ચોકલેટ આપવાની લાલચ આપી બાળકીને ઘરમાં બોલાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ પીડિતાની માતાએ ભીલાડ પોલીસ મથકમાં કરતા આરોપી નરાધમને પોલીસ દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, સરીગામના અદ્યોગિક વસ્તી ધરાવતા ગીચ વિસ્તારમાં રહેતા એક પરપ્રાંતિય પરિવારની 8 વર્ષની બાળકી સવારે નજીકમાં ચાલીમાં રહેતા બીમાર મામાને રોટલી આપવા ઘરેથી નીકળી હતી. મામાને રોટલી આપી પરત ઘરે જતી વખતે બાળકીને મામાની ચાલીની બાજુમાં રહેતો 25 વર્ષીય જાવેદ નરુલ ખાને ચોકલેટ આપવાની લાલચ આપી રૂમમાં બોલાવી હતી. રૂમની અંદર નરાધમ જાવેદ ખાને એકલતાનો લાભ લઇ માસૂમ બાળકી સાથે દુષ્કૃત્ય આચર્યુ હતું. બાળકી લોહી લુહાણ હાલતમાં ઘરે પહોંચતા પરિવારજનોમાં દોડધામ મચી જવા પામી હતી.
સમગ્ર ઘટના અંગે બાળકીએ માતાને આપવીતી સંભળાવતા તેની માતાએ તાત્કાલિક આ અંગે ભીલાડ પોલીસ મથકમાં નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભીલાડ પોલીસ દ્વારા આરોપી જાવેદ વિરુદ્ધ પોકસો એકટ મુજબનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કસ્ટડીમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ઉપરાંત, લોહીલુહાણ હાલતમાં બાળકીને પ્રાથમિક તપાસ માટે ભીલાડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે તે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.