મહેસાણા(ગુજરાત): મહેસાણા વડનગર પાલિકાનાં ભાજપનાં પૂર્વ નગરસેવિકા તેમના પરીવાર સાથે ગુમ થયા છે. પિઠોરી દરવાજા વિસ્તારના રણછોડરાય મંદિર પાસે સુથારવાડામાં રહેતાં રીન્કુબેન પટેલ, તેમની દીકરી હેન્સી ઉર્ફે કાવ્યા અને દીકરો પંથ સાથે ગુમ થયા છે. ગુમ થયેલ બાળકોની ઉંમર 9 અને 6 છે.
આ વાતની જાણ તેમના પતિ ભરત સોમાલાલ પટેલને થતા તેને વડનગર પોલીસને સમગ્ર વાતની જાણ કરી છે. ફરિયાદમાં સોમાલાલના જણાવ્યા અનુસાર, 2 ઓગસ્ટે, બપોરે 2 વાગ્યા પહેલાં કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા છે. હજુ સુધી તે પરત આવ્યાં નથી. એફવાય બીસીએ સુધી રીન્કુબેન ભણેલાં છે. દીકરી હેન્સી ઉર્ફે કાવ્યા ધોરણ-4માં અભ્યાસ કરે છે. આ ગુમ વ્યક્તિ વિશે કોઈ માહિતી મળે તો વડનગર પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.
નોધનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં રીન્કુબેન પટેલ અને તેમના પતિ વિરુધ લાખો રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાતાં તરત જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા હતાં. ત્યારબાદ મ્યુનિસિપાલિટીઝ કમિશનર દ્વારા ઠગાઈની ફરિયાદ મામલે નગરસેવિકાને ગેરલાયક ઠેરવાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.