થોડા સમય બાદ હીરાઉદ્યોગમાં સુરત વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવશે. એનું મુખ્ય કારણ એ છે કે, સુરતમાં ડાયમંડ બુર્સ બનવા જઈ રહ્યું છે કે, જેનું 85% પૂર્ણ થઈ ગયું છે. હીરા ઉદ્યૌગ સાથે સંકળાયેલ લોકોમાંથી કેટલાક લોકો 13 નંબરને અંકને અપશુકનિયાળ માને છે.
આ માટે ખજોદ ડ્રિમ સિટીના ડાયમંડ બુર્સ પ્રોજેક્ટમાં 12માં માળ બાદ 13 નંબરને બદલે સીધો જ 14 નંબરનો માળ હશે એટલે કે, 13 નંબરનો માળ હશે જ નહીં. હાલમાં ડાયમંડ બુર્સના સંચાલકો પણ આ પ્રકારનું જ પ્લાનિંગ કરી રહ્યા છે. બુર્સની લીફ્ટમાં પણ 13મો નંબર જોવા મળશે નહીં.
ડાયમંડ બુર્સ કુલ 66 લાખ સ્ક્વેર ફૂટમાં તૈયાર થવા જઈ રહ્યું છે કે, જેમાં કુલ 4200 ઓફિસ હશે. હાલમાં 85% કામ પૂર્ણ થઈ ગયું છે. મુલાકાતીઓને તકલીફ ન પડે તે માટે કુલ 2,000થી પણ વધારે લોકોનો સ્ટાફ એપોઈન્ટમેન્ટ કરવામાં આવશે. આમ, વિશ્વસ્તરે ખ્યાતિ મેળવશે.
I અને નંબર 1નું સાઈન બોર્ડ કાઢી નંખાયું:
ડાયમંડ બુર્સમાં કુલ 9 ટાવર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જો કે, આ બધા જ ટાવરમાંથી એક પણ ટાવરમાં 13 નંબરનો માળ હશે નહીં. બધી જ બિલ્ડિંગમાં 12માં માળ બાદ ડાયરેક્ટ 14 નંબરનો માળ હશે. હાલમાં આ જ પ્રમાણેનું ઈન્ટર્નલ મેપિંગ કરવામાં આવ્યું છે.
બુર્સમાં કુલ 9 ટાવર આવેલ છે કે, જેને અંગ્રેજી મૂળાઅક્ષર મુજબ A થી લઈને I સુધીનાં નામ આપી દેવામાં આવ્યા છે પણ જ્યારે વધારે લોકો બુર્સના કેમ્પસમાં આવે ત્યારે સિક્યોરીટી ચેકિંગ પછી કમ્પ્યુટર જનરેટેડ પ્રિન્ટથી એન્ટ્રી આપતા I મૂળાક્ષર એક આંકડા જેવો દેખાતો હોવાને લીધે I મૂળાક્ષરનું સાઈન બોર્ડ પણ કાઢવામાં આવ્યું છે.
I ને બદલે ડાયરેક્ટ અંગ્રેજી આલ્ફાબેટ I તેમજ નંબર વન ની પરખ વચ્ચે કેટલાક લોકો મૂઝવણમાં મૂકાતા હોવાને લીધે I અને વન સાઇનેજમાં ક્યાંય પણ સ્થાન આપવામાં આવ્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.