હાલમાં થોડા દિવસ બાદ ગણેશચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ વડોદરા શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરતા દક્ષેશ જાંગીડ નામના યુવાને ખાનગી કંપનીની નોકરી છોડીને ગણેશજીની પ્રતિમા બનાવવાનો નિર્ણય લીધો છે.
જેમાં એણે ગણેશજીની કોરોના મહામારી સહિત અનેકવિધ થીમ પર મૂર્તિ પણ બનાવી છે, જેને ખુબ આકર્ષણ જમાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગણેશ ઉત્સવની પરવાનગી આપી દેવામાં આવી છે. આની સાથે જ મૂર્તિકારોને કુલ 4 ફૂટ સુધીની મૂર્તિ બનાવવા માટેનો આદેશ આપી દેવાયો છે.
આવા સમયે શહેરના શિક્ષિત દક્ષેશ જાંગીડ મૂર્તિકારે અનેકવિધ થીમ પર ગણેશજીની મૂર્તિ બનાવી છે કે, જેમાં એણે અનેકવિધ મૂર્તિઓ બનાવી છે. જેમા સૌપ્રથમ મૂર્તિમાં ગણેશજી કોરોનાની વેક્સીન અને માસ્ક સાથે નજરે પડે છે. આની સાથે જ કોરોના વોરિયર્સ પણ આ મૂર્તિમાં નજરે પડે છે.
આમ, કોરોનાની સંભવીત ત્રીજી લહેરથી બચવા માટે તેમજ તેને અટકાવવા માટે વેક્સીન જ અક્સીર ઇલાજ છે જેથી વેક્સીન લેવી જોઇએ તેમજ માસ્ક અવશ્યપણે પહેરવું જોઇએ તેવો સંદેશો પાઠવતા ગણેશજી દેખાઈ આવે છે. બીજી થીમમાં કોરોનાકાળમા દેશમા લોકડાઉન હોવાથી લોકો ઘરમા પુરાઇ ગયાં હતા.
આમ, લોકડાઉનની થીમ પર પણ ગણેશજીની મૂર્તિ તૈયાર કરાઈ છે કે, જેમાં ગણેશજી લોકડાઉનને લીધે ઘરમા જ પુરાઇ ગયાં હોય તેમજ બારીની બહારનો નજારો જોતા હોય ઍમ નજરે પડે છે. ત્રીજી થીમમાં કોરોનાને લીધે બાળકોનો અભ્યાસ અટકી ગયો હતો.
ત્યારપછી ઓનલાઇન અભ્યાસની શરુઆત થઈ ત્યારે મુર્તિકાર દ્વારા ઓનલાઇન ભણતા ગણેશજીની મૂર્તિ પણ બનાવવામા આવી છે કે, જેમા ગણેશજી કોમ્પ્યૂટરની મદદથી ઓનલાઇન અભ્યાસ કરતા નજરે પડે છે ત્યારે આ મુર્તિકાર દ્વારા કોરોના કાળના દ્રશ્યોને ગણેશજી સાથે મૂર્તિમાં કંડાર્યા છે જેને ખુબ આકર્ષણ જમાવ્યું છે.
મુર્તિકાર દક્ષેસ જાગીડ જણાવે છે કે, ખાનગી કંપનીમાં ખુબ સારી નોકરી હતી પરંતુ ગણેશજીની મૂર્તિ બનાવવાનો શોખ હોવાને લીધે નોકરી છોડીને છેલ્લા 3 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યો છું. નોકરીમા મહિને 12,500 જ પગાર હતો પરંતુ મૂર્તિ બનાવી દર વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છું. મૂર્તિ બનાવવા માટે ક્લાસ નથી કર્યો જાતે જ મૂર્તિ બનાવવાનું શીખ્યો છું, હવે ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપડાના થીમ પર પણ ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યો છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.