હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં આવેલ કિન્નૌરમાં ફરી એકવખત લેન્ડસ્લાઇડની ઘટના બની છે. કિન્નૌરથી હરિદ્વારવાળા નેશનલ હાઈવે-5 પર જ્યુરી રોડ પર નિગોસારી તથા ચૌરાની વચ્ચે એક પહાડ પરથી ખુબ મોટા પથ્થરો ધસી પડ્યા છે.
એક બસ તથા કેટલાક વાહનો પર પડ્યા છે. એકસાથે 50થી પણ વધારે યાત્રિકો ફસાયા છે. અત્યાર સુધીમાં કુલ 10 લોકોને કાઢવામાં આવ્યા છે. જયારે 10 જેટલાં મૃતદેહ પણ મળી આવ્યા છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ તથા NDRFની ટીમ રેસ્ક્યૂ કરી રહી છે. ITBPને પણ રેસ્ક્યૂ ઓપરેશન માટે બોલાવી દેવામાં આવ્યા છે. કાટમાળમાં ફસાયેલ બસ હરિયાણા સડક પરિવહનની છે કે, જે મૂરંગથી હરિદ્વાર તરફ જઈ રહી હતી.
હિમાચલ સરકાર તરફથી અત્યાર સુધીમાં કુલ 2 લોકોના મોત કન્ફર્મ કરવામાં આવ્યા છે, જ્યારે કુલ 6 લોકો ઘાયલ છે. આ ઘટનામાં હજુ પણ કુલ 50 લોકો દબાયા હોવાની આશંકા રહેલી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં બસ-ડ્રાઈવર સહિત 2 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ડ્રાઈવરના જણાવ્યા મુજબ, કેટલાક વાહનો લેન્ડસ્લાઇડને લીધે સતલુજ નદીમાં પડ્યાં છે.
ગયા મહિને કિન્નૌરમાં થયું હતું ભૂસ્ખલન:
25 જુલાઈનાં રોજ કિન્નૌરમાં ભૂસ્ખલન બાદ પહાડ પરથી ખુબ મોટા પથ્થરો ઝડપથી નીચે પડ્યા હતા કે, બસ્પા નદીનો પુલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં કુલ 9 મુસાફરનાં મોત નીપજ્યા હતાં. મૃતકોમાં કુલ 4 રાજસ્થાનના, કુલ 2 છત્તીસગઢ તથા એક-એક મહારાષ્ટ્ર તેમજ વેસ્ટ દિલ્હીના હતા.
પોલીસ અને NDRFની ટીમ રેસ્ક્યૂમાં લાગી:
SDM ભાવાનગર મનમોહન સિંહ જણાવે છે કે, આ ઘટના લગભગ 12.45 વાગ્યે બની હતી. 40થી વધુ યાત્રીઓ આ કાટમાળમાં ફસાઈ ગયા છે. સ્થાનિક પ્રશાસન, પોલીસ તથા DNRFની ટીમ રેસ્ક્યૂમાં જોડાઈ ગઈ છે. બસ હરિયાણાના સડક પરિવહનની છે તેમજ મૂરંગથી હરિદ્વાર બાજુ જઈ રહી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.