કચ્છ(ગુજરાત): આપણે ભલે ગુજરાતના ગૌરવના ગાણ ગાતા હોય છે. કેટલાક કિસ્સાઓ સાંભળીને તમને પણ થઈ જશે કે આપણે હજુ પછાત સમાજમાં રહીએ છીએ. ગુજરાતના અનેક વિસ્તારોમાંથી અંધશ્રદ્ધાના એવા અનેક કિસ્સા સામે આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી છવાઈ ગઈ છે. તેવામાં કચ્છના રાપર તાલુકામાં અંધશ્રદ્ધાનો બનાવ નજરે ચડ્યો છે, જેમાં એક જ પરિવારના 6 લોકોના હાથ ઉકળતા તેલમાં નાંખીને બળી દેવામાં આવ્યા છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, કચ્છના રાપર તાલુકામાં અંધશ્રદ્ધાના નામે 6 લોકોના હાથ ઉકળતા તેલમાં નાખવાની કરુણ ઘટના બની છે. રાપર તાલુકાના ગેડી ગામે 6 લોકોના હાથ ઉકળતા તેલના તવામાં બળજબરીથી નંખાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બેગુનાહી સાબિત કરવા માટે સાસરીવાળાઓએ યુવતીના પરિવારને ગરમ તેલમાં હાથ નાખવા પર દબાણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જો યુવતીના ભાગવા પાછળ તેમનો હાથ નથી તો ગરમ તેલમાં હાથ નાંખો.
માતાજીના મંદિરમાં છોકરી ભગાડવાનો વ્હેમ રાખીને ભક્તાવાંઢના પીયરીયાઓને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઉકળતા તેલનો તવો કરીને બળજબરીથી પરિવારના 6 સભ્યોના હાથ ગરમ તેલમાં નંખાવ્યા હતા. ઉકળતા તેલમાં હાથ નાખેલ 6 લોકોને સારવાર માટે રાપર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ રાપર પોલીસને જાણ થતા ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.