આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.
અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, મહેશ સવાણી, ઈશુદાન ગઢવી, વિજય સુવાળા અને પ્રવિણ રામ ગુજરાતમાં અલગ-અલગ ગામડાઓમાં જઇને લોકો સાથે જન સંવેદના કાર્યક્રમો કરી રહ્યા છે.
જન સંવેદના કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેક્ષ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને આમ આદમી પાર્ટીના ભાવનગર શહેરના યુવા પ્રમુખ દર્પણ દડાંખરા બંને કાર્યકર્તાઓ ભાવનગર શહેરના ધોળા રોડ પર સાથે ઉભા હતા. ભાવનગર શહેરના ધોળા રોડ પર અચાનક જ એક છકડો પલ્ટી ખાઈ ગયો હતો. આ ઘટના અંદાજીત સમય 6 વાગ્યા આજુબાજુ બની હતી.
છકડો પલ્ટી મારી જતા આમ આદમી પાર્ટીના ભાવનગર શહેરના યુવા પ્રમુખ દર્પણ દડાંખરા, આમ આદમી પાર્ટીના પ્રદેક્ષ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને કાર્યકર્તાઓ છકડા ચાલકની મદદે દોડી ગયા હતા. ત્યાં જઈને જોયું ત્યારે છકડા ચાલકને વધારે કઈ ઇજા તો નહોતી થઇ પરંતુ મૂઢ ધા વાગ્યો હતો.
ત્યાર બાદ ગોપાલ ઈટાલીયા, ભાવનગર શહેરના યુવા પ્રમુખ દર્પણ દડાંખરા અને કાર્યકર્તાઓએ ભેગા મળીને આ છકડાને ઉભો કરવામાં મદદ કરી હતી અને આમ આદમી પાર્ટીના પ્રદેક્ષ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ આ છકડાને દોરડા વડે શરુ પણ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.