સુરતની દીકરીએ મોર્ડન ભાઈઓ માટે બનાવી ‘ડીજીટલ રાખડી’ -QR કોડ સ્કેન કરતા જ થાય છે એવું કે…

સુરત(ગુજરાત): રક્ષાબંધનના પર્વ પર સુરતની આર્કિટેક્ટ આયુષી દેસાઈએ ખાસ કસ્ટમાઇઝ રાખડી બનાવી છે. આજે સ્માર્ટ માધ્યમ તરીકે ડિજિટલ યુગમાં ક્યુઆર કોડનો ઉપયોગ થાય છે. યુનિક ક્યુઆર કોડની રાખડી પણ આયુષીએ બનાવી છે જેને મોબાઇલ અથવા તો કમ્પ્યુટર પર સ્કેન કરવા પર બહેન દ્વારા એક ખાસ સંદેશ ડિસ્પ્લે પર આવે છે અથવા તો બહેન જે પણ ગીત ભાઈ માટે પસંદ કરે છે તે વાગે છે.

કોરોના કાળમાં સેફ અને સ્માર્ટ રહેવાના ક્યુઆર કોડ વાપરવામાં આવે છે. ભલે ઓનલાઇન પેમેન્ટ હોય કે હાલમાં જે વેક્સિનેશન બાદ મળનાર સર્ટિફિકેટ, બધી જગ્યાએ ક્યુઆર કોડ નજરે ચડે છે. બહેન રક્ષાબંધનના પાવન પર્વ પર ભાઈના કાંડા પર યુનિક ક્યુઆર કોડ વાળી રાખી બાંધશે. ડિજિટલ યુગમાં ક્યુઆર કોડનો મહત્વ છે જેનો ઉપયોગ કરી બહેન ભાઈ ને ખાસ સંદેશ આપશે. આ ખાસ કસ્ટમાઇઝ રાખડી સુરતની આર્કિટેક્ટ આયુષી દેસાઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રાખડી ઉપર ક્યુઆર કોડ છે જેને સ્કેન કર્યા પછી બહેન ભાઈ પ્રત્યે જે પ્રેમ અને ભાવના છે તે જોવા મળશે. આયુષીના જણાવ્યા અનુસાર, હાલ જે રીતે ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ક્યુઆર કોડનો ઉપયોગ થાય છે અને વેક્સિનેશન સર્ટિફિકેટ પર પણ ક્યુઆર કોડ જોવા મળે છે.

ક્યુઆર કોડ ડિજિટલ યુગમાં મહત્વ ધરાવે છે આ જ કારણ છે કે રાખડી પર ખાસ ક્યુઆર કોડ છે જેને સ્કેન કર્યા પછી કા તો ભાઈને મોબાઈલ અથવા તો કમ્પ્યુટર પર બહેન દ્વારા મોકલવામાં આવેલા ખાસ મેસેજ જોવા મળશે અથવા તો એક ગીતનો લીંક ઓપન થશે જેમાં બહેને ભાઈ માટે ખાસ ગીતની પસંદગી કરી હશે. આયુષીએ વધુમાં જણાવ્યું હતું કે, આ યુનિક ક્યુઆર કોડ કાશ્મીર તેલંગાના, આસામ, ગુવાહાટી સહિત અન્ય રાજ્યોમાં લોકોની પસંદ બની છે. ઓનલાઇન કસ્ટમાઇઝ વેપારના કારણે અમેરિકા કેનેડાથી પણ આ રાખડી માટે ઓર્ડર આવી ચૂક્યો છે. આ રાખડી થી બહેન પોતાની ભાવના ગીતના માધ્યમથી ભાઈને જણાવી શકે છે. ક્યુઆર કોડ તે પોતે જનરેટ કરે છે અને રાખડી ઉપર કસ્ટમાઇઝ કરે છે. કયુઆર કોડ સાથે અનેક ડીઝાઈન ઉપલબ્ધ છે સાથે ભાઈ બહેન પોતાની તસવીર પણ લગાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *