નવરાત્રીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર- ગરબા પ્રેમીઓને લાગશે ઝટકો

ગુજરાત: કોરોના મહામારીને કારણે ગયા વર્ષે નવરાત્રી બંધ રહેતા ગરબા ખેલૈયાને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યારે સતત બીજા વર્ષે પણ ગુજરાતીઓએ ગરબા વિનાના નવ દિવસ પસાર કરવા પડશે. ત્રીજી લહેરની આશંકાને પગલે 2020ની જેમ 2021ની નવરાત્રિનું આયોજન ગુજરાત માટે વસમું નીવડે તેમ લાગી રહ્યું છે. મોટા ભાગના આયોજકો એક જ સૂર રેલાવી રહ્યાં છે કે સરકાર ત્રીજા વેવની તૈયારી કરી રહી છે. જોખમ ન લેવાના અભિગમ સાથે સરકાર દ્વારા હજુ સ્કૂલો સંપૂર્ણપણે શરૂ કરવામાં આવી નથી.

જો ત્રીજી લહેર સંભવિત રીતે સપ્ટેમ્બર સુધીમાં આવવાની હોય તો ઓક્ટોબરમાં શરૂ થતી નવરાત્રિ ઊજવાય તે શક્ય નથી. માટે આ વખતે ગરબાનું આયોજન નૈતિક મૂલ્યોને આધારે પણ ટાળવું પડશે. યુનાઇટેડ વે ઓફ બરોડાના હેમંત શાહે કહ્યું કે, ત્રીજા વેવની બીક છે. પરમિશન મળે તો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવું જોખમ યુનાઇટેડ વે નહીં લે. ગરબાનું આયોજન નિયત સંખ્યામાં થાય તો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રહે તેમ લાગતું નથી. આ વર્ષે આયોજન શક્ય લાગતું નથી.

વડોદરાના માં શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરે કહ્યું, ગરબાના આયોજક તરીકે આયોજનની વાત તો વિચારવાનું પછી આવે છે. એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે પણ ગરબાનું આયોજન ન કરવું જોઇએ. સરકાર પરવાનગી આપે તો આયોજન કરવાનો પ્રયત્ન કરીશું પરંતુ તે પણ હિતાવહ તો નથી જ.

વડોદરા
પરમિશન મળે તો પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થાય તેવું રિસ્ક ના લઈ શકીએ.
એક નાગરિક તરીકે હું માનું છું કે આ વર્ષે ગરબાનું આયોજન ના કરવું જોઈએ.

અમદાવાદ
માસ્ક વગર ગરબા થવા શક્ય નથી, સંક્રમણનો ભય રહેલો છે.
લઘુતમ ખેલૈયા સાથે ગરબા કરવા પોષાય તેમ નથી.
આ વખતે નવરાત્રિ ભૂલવી જોઇએ, ખેલૈયાઓ થનગનાટમાં ભાન ભૂલે તે સ્વભાવિક છે.

સુરત 
500થી 1000 માણસની પરવાનગી મળે તો પણ કોમર્શિયલ ગરબા પોષાય તેમ નથી.
ગરબા કરીએ અને અધવચ્ચે પોલીસ આવીને બંધ કરાવે તે પસંદ નથી.

રાજકોટ 
નૈતિક રીતે ગરબા ન કરવા જોઇએ, ગરબામાં કોઈ પ્રોટોકોલનો અમલ શક્ય જ નથી.

ભુજ 
રાજકારણીઓ જેવી ભૂલ ન થાય, ચાલુ ગરબામાં લૉકડાઉન થાય તો શું કામ કરીએ.
પરવાનગી મળે તો પણ નહીં કરીએ, લોકોનું આરોગ્ય સૌથી ઉપર.

ભરૂચ 
સપ્ટેમ્બર પછી ત્રીજા વેવની વકી છે, આ વખતે ગરબા નથી તેમ જ સમજો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *