ચીનમાં કોવિડ -19 ના ડેલ્ટા વેરિઅન્ટના કેસોમાં અચાનક થયેલા વધારાથી ચીની સરકારની ચિંતા વધી છે. ચીની અધિકારીઓ લોકોને તેમના ઘરોમાં બંધ કરી રહ્યા છે. આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં ચીની અધિકારીઓ ઘરોની સામે લોખંડના સળિયા લગાવીને દરવાજાને તાળું મારી રહ્યા છે.
પીપીઈ કીટ પહેરેલા ચીની અધિકારીઓ દરવાજા પર લોખંડના સળિયા મારતા જોઈ શકાય છે. વીડિયોમાં સરકારી અધિકારીઓ ઘરના દરવાજાને લોખંડના સળિયાથી સીલ કરી રહ્યા છે જેથી કોઈ અંદર ન આવે અને કોઈ ઘરની બહાર ન જઈ શકે.
透气的大爷,遭到封门。pic.twitter.com/neSSIVeqEH
— 习近彭 (@wakeupfrog01) August 9, 2021
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ‘ચીનમાં કોવિડ -19 સંક્રમણના કેસોમાં ફરી વધારો થયા બાદ લોકોને તેમના ઘરોમાં બંધ કરવાના પગલાં લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ચીનના ઘણા શહેરોમાં કોરોનાવાયરસ ડેલ્ટા વેરિઅન્ટના કેસોમાં વધારો થયો છે.
યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ વ્યક્તિ તેના ઘરમાં ત્રણથી વધુ વખત દરવાજો ખોલશે તો તેને અધિકારીઓ અંદરથી સીલ કરી દેશે. અન્ય વિડીયોના અંતે, અધિકારીઓને દરવાજા સીલ કરતા બતાવવામાં આવ્યા છે અને જેના અંતે જાહેરાત કરવામાં આવી છે, ‘લોકોને બહાર જવાની જરૂર નથી. જો તેઓ બહાર જતા પકડાશે તો તેમના ઘરના દરવાજા સીલ કરી દેવામાં આવશે. આ વીડિયો સૌપ્રથમ ચીની સોશિયલ નેટવર્કિંગ સાઇટ વીબો પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદમાં ટ્વિટર અને યુટ્યુબ પર પણ અપલોડ કરવામાં આવ્યો હતો.
વર્લ્ડમીટર અનુસાર, ચીનમાં અત્યાર સુધીમાં કોવિડ -19 ના કુલ 94260 કેસોની પુષ્ટિ થઈ છે, જેમાંથી 1884 દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 87740 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોના વાયરસની શરૂઆતથી, રોગચાળાએ 4636 લોકોનો ભોગ લીધો છે. સત્તાવાર મીડિયા અનુસાર, ચીને અત્યાર સુધીમાં તેની લગભગ 40 ટકા વસ્તીનું રસીકરણ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.