રાજકોટ(ગુજરાત): રાજકોટ શહેરના કુવાડવા રોડ પર બળદેવ પેટ્રોલ પંપ પાસે રહેતી એક સગીરાને તેનો સ્કૂલ રીક્ષા ડ્રાઇવર પ્રેમજાળમાં ફસાવી રિક્ષામાં બેસાડી કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ સાંજે ઘરે મૂકી ભાગી ગયો હતો. આ બાદ સગીરાની તબિયત લથડતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. કુવાડવા પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરુ કરી છે.
મળતી માહિતી અનુસાર, કુવાડવા રોડ પર બળદેવ પેટ્રોલ પંપ પાસે રહેતી મિડલ સ્કૂલમાં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરાને તેનો સ્કૂલ રીક્ષા ડ્રાઇવર દિપક શ્રીવાસ્તવ પ્રેમજાળમાં ફસાવી બ્યુટી પાર્લરમાં મુકવા જવાનું કહી સગીરાને રેસકોર્સ લઈ ગયો હતો. જ્યાં સગીરાને કેફી પ્રવાહી પીવડાવ્યા પછી કોઈ અજાણ્યા વ્યક્તિના કારખાને લઇ ગયો હતો. ત્યાંથી સાંજે ફરી સગીરાને રિક્ષામાં બેસાડી પેટ્રોલ પંપ પાસે મૂકી ત્યાંથી ભાગી ગયો હતો.
ત્યારબાદ સગીરા બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં સગીરાએ માતા-પિતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સગીરાને છેલ્લા ત્રણ મહિનાથી પરિણીત રીક્ષા ચાલક સાથે પ્રેમ સંબધ હોવાનું જાણતા માતા પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. કુવાડવા પોલોસે સગીરાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરુ કરી છે. મહિલા પોલીસની ટીમે સગીરાનું મેડિકલ ચેકઅપ કરી વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.