એક તરફ જ્યાં લોકો હજી પણ કોરોનાની રસી મેળવવાથી દૂર ભાગી રહ્યા છે. તે જ સમયે સર્બિયાના પર્વતોને પોતાનું ઘર બનાવનાર વ્યક્તિ 20 વર્ષ પછી ગુફામાંથી બહાર આવ્યો છે અને તે પણ રસી મેળવવા માટે. આ વ્યક્તિના વખાણ કરતા તમે પણ નહિ ઠાકો. 70 વર્ષીય પેન્ટા પેર્ટ્રોવિક લગભગ બે દાયકા પહેલા એક નાની ગુફામાં રહેવા માટે સામાન્ય જીવનથી દૂર ગયા હતા. ત્યારથી ગુફા તેમનું નિવાસસ્થાન છે. હવે આટલા વર્ષો પછી પ્રથમ વખત તે માત્ર રસી લેવા માટે બહાર આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, પેન્ટા પેર્ટોવિકે શુક્રવારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ પ્રસંગે તેમણે લોકોને વહેલી તકે રસીકરણ કરાવવા અપીલ પણ કરી હતી. પેન્ટાએ કહ્યું, ‘મને સમજાતું નથી કે લોકો રસી મેળવવામાં શા માટે સંકોચ કરી રહ્યા છે. હું દરેકને અપીલ કરું છું કે મારી જેમ આગળ આવો અને રસી લો.
પેન્ટા પેર્ટ્રોવિક પર્વતો પર બનેલી સાંકડી ગુફામાં રહે છે. તેના મિત્રોની યાદી ઘણી લાંબી છે, પરંતુ તેના હૃદયની સૌથી નજીક શું છે તે એક જંગલી ભૂંડ છે, જેનું નામ તેણે મારા આપ્યું છે. આ ઉપરાંત, પેર્ટ્રોવિકના મિત્રોમાં બકરી અને મરઘીનો સમાવેશ થાય છે. પેર્ટ્રોવિકને જાહેરમાં રહેવું ગમતું નથી, તે પોતાનો તમામ સમય જાનવરો સાથે વિતાવે છે. આવી સ્થિતિમાં તેની રસી મેળવવા માટે તેની ગુફામાંથી બહાર નીકળવું ચર્ચાનો વિષય બન્યો છે.
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. તેમ છતાં પણ રસી લેવા અંગે લોકોમાં મૂંઝવણ છે. મોટાભાગના લોકો હજી પણ રસીથી બચવાની કોશીશ કરી રહ્યા છે. ખાસ કરીને અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં, સરકારે રસીકરણને પ્રોત્સાહન આપવા માટે લોકોને ગીફ્ટ વહેંચવી પડે છે. ઘણા સ્થળોએ યુવાનોને રસી અપાવવા માટે મફત બિયર જેવી યોજનાઓ પણ ચલાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.