બ્રેઇન ટ્યુમરના ઓપરેશન દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે યુવકનું મગજનું હાડકું કાઢી નાખ્યું અને…, જાણો આ ચકચારી ઘટના 

મધ્યપ્રદેશ: હાલમાં ઈન્દોરના એક વ્યક્તિએ ખાનગી હોસ્પિટલ પર સનસનાટીભર્યા આક્ષેપો લગાવ્યા છે. યુવકના જણાવ્યા મુજબ, બ્રેઇન ટ્યુમરના ઓપરેશન દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટે તેના માથાનું હાડકું બહાર કાઢી નાખ્યું હતું. આ મામલો ઉજ્જૈનના જ્યોતિનગરનો છે. સુરેશ પરમારના 33 વર્ષના પુત્રનું મગજની ગાંઠનું 20 જૂને ઈન્દોરની સીએચએલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. સંબંધીઓએ જણાવ્યું કે, તેમણે આ માટે બીજા શહેરમાંથી ડોક્ટરને બોલાવ્યા હતા.

યુવકના કહેવા મુજબ, ન્યુરોસર્જને તેના માથાના અડધા ભાગનું હાડકું કાઢી નાખ્યું અને તેને હોસ્પિટલમાં જ રાખી લીધું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, ચાર મહિના પછી મગજ સ્વસ્થ થયા બાદ અને ગાંઠ ઠીક થયા પછી હાડકું ફરીથી લગાવવામાં આવશે. પરિવારના જણાવ્યા અનુસાર, જ્યારે સ્વાસ્થ્ય થયા બાદ તે હાડકું લગાવવા હોસ્પિટલ પહોચ્યો ત્યારે તેને બીજું હાડકું લઇ આવવા કહ્યું.

યુવકે લગાવેલ આરોપોને ધ્યાનમાં રાખ્યા વગર હોસ્પિટલ મેનેજમેન્ટે કહ્યું કે, પરિવારજનોની મંજુરી બાદ હાડકાનો નાશ કરવામાં આવ્યો હતો. યુવકના પિતા સુરેશ પરમારે આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલ મેનેજમેન્ટે તેના દીકરાના શરીરનું હાડકું પૈસા લઈને કોઈ બીજા દર્દીને લગાવી દીધી હશે.

યુવકના પરિવારે હોસ્પિટલ મેનેજમેન્ટ પર બેદરકારીનો આરોપ લગાવતા 9 ઓગસ્ટ 2021ના ​​રોજ ઇન્દોરના MIG પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વીજ કંપનીમાં સેકશન ઓફિસરના પદ પરથી નિવૃત્ત થયેલા યુવકના પિતા સુરેશ પરમારે જણાવ્યું હતું કે, હોસ્પિટલ મેનેજમેન્ટે હાડકાનો નાશ કરવા માટે અમારી પાસેથી કોઈ મંજૂરી લીધી નથી, કે તેના વિશે કોઈ માહિતી પણ આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *