દેશના જવાનો માટે રાજકોટના તપસ્વી સ્કૂલના વિદ્યાર્થીઓએ બનાવી 450 જેટલી હેન્ડ મેઇડ રાખડી

રાજકોટ(ગુજરાત): રક્ષાબંધના પવિત્ર પર્વને હવે થોડાક જ દીવસો બાકી છે. ત્યારે રાજકોટ શહેરની તપસ્વી સ્કૂલની છાત્રાઓએ દેશની રક્ષા કરનાર વીર જવાનોની રક્ષા માટે રક્ષકની સુરક્ષા પ્રોજેકટ હેઠળ રાખડી બનાવી છે. રક્ષાબંધન સાથે દેશભક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ પોતાની હાથે છાત્રાઓએ બનાવેલી 450 જેટલી રાખડીઓ ભારતીય સેનાનાં જવાનોને મોકલી પુરૂ પાડ્યું છે. મળતી માહિતી અનુસાર, 15 દિવસ જેટલો સમય આ એક રાખડી બનાવતા વિદ્યાર્થીઓને લાગ્યો છે.

દેશની રક્ષા કરવા સરહદ પર કડકડતી ઠંડી, તડકો, વરસાદમાં દુશ્મનોની ગોળીનો સામનો કરતા સૈન્યના જવાનોને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે તપસ્વી સ્કૂલની છાત્રાઓએ દ્વારા અવનવી, કલાત્મક રાખડીઓ બનાવી રાખડીઓ સરહદ પરના સૈનિકોને મોકલવામાં આવશે. શાળાના શિક્ષિકા દર્શીની કતરેજાએ આ અંગે જણાવ્યું હતું કે, દિવસ-રાત 24 કલાક દેશના જવાનો દેશની સુરક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે. તપસ્વી સ્કૂલનાં પ્લે હાઉસથી લઈને ધો.12 સુધીના વિદ્યાર્થીઓએ પોતાની જાતે જ હેન્ડ મેઇડ રાખડીઓ બનાવી છે. અમારા વિદ્યાર્થીની લાગણી છે કે, ઘર-પરિવાર ભૂલીને જવાનો દેશ માટે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે અમારા સૌની આશા, પ્રાર્થના અને દુઆ હંમેશા એ રહેશે કે, જવાનો હંમેશા સલામત રહે અને દેશ માટે જે કાર્ય કરી રહ્યા છો તેમાં આગળ વધો.

રાઠોડ ન્યાસા નામની વિદ્યાર્થીનીએ આ અંગે કહ્યું હતું કે, સરહદ પર દેશની સુરક્ષા માટે તૈનાત એવા અમારા ફૌજી ભાઈઓ માટે અમે રાખડીઓ બનાવી છે. ત્યારે અમને બહેન તરીકે એવો ભાવ આવ્યો કે અમે તેઓની રક્ષા માટે રાખડી બનાવીએ. રાખડીઓની ખાસિયત છે કે, આ રાખડીઓ અમે કોઈની પણ મદદ લીધા વિના જાતે જ બનાવી છે. 15 દિવસ જેટલો સમય આ માટે અમને લાગ્યો છે અને અમે 450 કરતા પણ વધુ રાખડી બનાવી છે. તેમણે જણાવ્યું હતું કે, સરહદ પરનાં જવાનોનાં કાંડા ખાલી ન રહે તે માટે પોતે આ રાખડીઓ બનાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *