હાલમાં એક મંદિરને લઈ જાણકારી સામે આવી છે. ભુજ જીલ્લામાં આવેલ નખત્રાણાના આમારા ગામમાં કમલેશ્વર મહાદેવ મંદિર તથા કરોલપીરની દરગાહ કોમી એકતાની અનોખી મિસાલ ખડી કરે છે. કોમી એકતાથી મઢેલ કચ્છમાં ભાવિકો માટે કચ્છની રણકાંધીએ આવેલ સદીઓ પુરાણી 2 દરગાહ હાજીપીરવલી તથા કરોલપીર બાબાની દરગાહ આસ્થાનાં અડગ સ્થાનક છે.
અહીં મુસ્લિમ પદયાત્રીઓ કમલેશ્વર મહાદેવ મંદિરનાં દર્શન માટે આવતા હોય છે. આ પવિત્ર ધામ ભાગલા અગાઉથી સિંધ તથા કચ્છના લોકોની લાગણીઓ સાથે જોડાયેલ છે કે, જે કોમી એખલાસનાં દર્શન કરાવે છે. ગામના ભરતગર જાદવગર ગોસ્વામી ખંડિત શિવમૂર્તની સેવા-પખાર નિયમિત રીતે કરતા હોય છે.
તેમણે સાંભળેલ લોકવાયકા અનુસાર એવું કહેવામાં આવે છે કે, કમલેશ્વર મહાદેવ મંદિરની સેવાપૂજા કરતા નાગાબાવા દ્વારા ધર્મશાળા ચલાવવામાં આવતી હતી કે, જેમાં હાજીપીર બાબાનાં દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ વિસામો લેતા હતા. હિન્દુ-મુસ્લિમ સેવાના પ્રતીક સ્વરૂપ કમલેશ્વર મહાદેવને રત્નેશ્વર મહાદેવના નામથી લોકો ઓળખે છે.
સમય વિતતા શિવલિંગ ખંડિત થયું હતું. જે અપૂજ બન્યું હતું પણ ગોસ્વામીઓની અન્ય પાંખ ધરાવતા બંધુઓ પરંપરા પ્રમાણે બાળકોનું મુંડન કરાવવા માટે અહીં આવે છે. પ્રકૃતિની ગોદમાં આવેલ મંદિરનાં દર્શનકરવા માટે ભાવિકો અવારનવાર આવતા રહેતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.