તમારા ફોનમાં આ એપ હોય તો અત્યારે જ કરી દેજો અનઇન્સ્ટૉલ, નહિતર તમારું WhatsApp થઈ શકે છે બંધ

હાલમાં ટેકનોલોજીનો યુગ આવી ગયો છે ત્યારે આજના સમયમાં વૉટ્સએપ આજની જરૂરિયાત બની ગયુ છે. કદાચ જ કોઇ સ્માર્ટફોન યૂઝર હશે કે, જે હવે વૉટ્સએપ ઉપયોગ ન કરતો હોય. સોસીયલ મીડિયાની દુનિયામાં આ સૌથી જાણીતી એપ્સમાંની એક છે.

જરા વિચાર કરો કે આ એપ બ્લૉક થઇ જાય તો? આના વિશે વિચારતા જ આપણે ચિંતામાં મુકાઇ જતા હોઈએ છીએ. છેલ્લા થોડા સમયથી ફેસબુક ચલાવી રહેલ વૉટ્સએપ મેસેન્જ એપ્લીકેશનમાં કેટલાય નવા ફિચર્સ એડ કરવામાં આવ્યા છે. આ બધા ફિચર્સને જોડવા છતાં વૉટ્સએપ મેસેન્જર એપ્લીકેશનમાં કેટલાય એવા ફિચર્સ છે કે, જે અન્ય એપ્સમાં મળે છે.

જેમાં auto-replies અને scheduling chats જેવા ઓપ્શન પણ સામેલ છે. એક રિપોર્ટ પ્રમાણે કેટલાક સૉફ્ટવેર ડેવલપર્સ દ્વારા આ ફિચર્સને જોડીને વૉટ્સએપનુ અનઓફિશિયલ વર્ઝન તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ઝન લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે તેમજ તે પોતાની વૉટ્સએપ ચેટ્સ અહીં ટ્રાન્સફર કરી રહ્યાં છે પણ અમે બતાવી દઇએ છીએ કે, આ વૉટ્સએપનું અનઓફિશિયલ વર્ઝન છે.

વૉટ્સએપ આવી એપ્સને બતાવી રહ્યું છે અસુરક્ષિત:
વૉટ્સએપ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે, થર્ડ પાર્ટી એપ્સ યૂઝરની સુરક્ષાની સાથે સમાધાન કરે છે. આ દુર્ભાગ્યપૂર્ણ સૉફ્ટવેર મોકલી આપીને યૂઝરની જાણકારીને હેક કરી શકે છે. આની સાથે જ આ એપ્સ Google Play Store જેવી અપેક્ષાકૃત સુરક્ષિત પ્લેટફોર્મથી ડાઉનલૉડ કરવામાં આવી શકે છે.

આ અન્ય વેબસાઇટથી સાઇડ-લૉડેડ તથા યૂઝર ગેજેટને સંક્રમિત કરી શકે છે. આની સાથે જ વૉટ્સએપ જણાવે છે કે, જેમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની ક્ષમતા છે કે, જે આને સુરક્ષિત બનાવે છે તેમજ યૂઝરની ગોપનિયતા બનાવી રાખવામાં મદદરૂપ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *