ભૂતકાળની આ અભિનેત્રીઓ વિદેશથી આવી, બોલીવુડમાં આવી અને હિન્દુસ્તાની રંગમાં રંગાઈ ગઈ

ફિલ્મી દુનિયામાં આવવા માટે ઘણી અભિનેત્રીઓ દિનરાત મહેનત કરી રહી છે, આ વચ્ચે ઘણી એવી અભિનેત્રીઓ પણ છે જે રાતો રાત ફેમસ થઇ ગઈ હતી.…

ફિલ્મી દુનિયામાં આવવા માટે ઘણી અભિનેત્રીઓ દિનરાત મહેનત કરી રહી છે, આ વચ્ચે ઘણી એવી અભિનેત્રીઓ પણ છે જે રાતો રાત ફેમસ થઇ ગઈ હતી. અને આ એકટ્રેસોએ ભારતીય સીનેમાઘરોની દશા જ ફેરવી નાખી હતી. હિન્દી ફિલ્મોની દુનિયામાં વિદેશી અભિનેત્રીઓનું આગમન ફિલ્મની દુનિયાને એક નવી જ દુનિયામાં લઇ ગઈ હતી. 70 અને 80 ના દાયકામાં આવેલી વિદેશી સુંદરીઓ રાતોરાત દર્શકોમાં ફેમસ બની હતી.

હિન્દી ફિલ્મોની દુનિયામાં વિદેશી સુંદરીઓનું આગમન થવું એ નવું નથી. આજે પણ એવી ઘણી અભિનેત્રીઓ છે જે વિદેશમાં મોટી થઈ છે, પણ બોલિવૂડની દુનિયાએ આ અભિનેત્રીને એટલી પસંદ કરી કે તે હવે અહીં જ રહી ગઈ છે. આ વિદેશી અભિનેત્રીઓ હિન્દી ફિલ્મોના રંગોમાં સંપૂર્ણપણે રંગાઈ ગઈ છે. ભૂતકાળમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે વિદેશની સરહદો પાર કરીને અને માઇલો સુધીની સફર કરીને બોલિવૂડમાં આવી હતી. કેટલીક અભિનેત્રીઓને સફળતા મળી હતી, પણ કેટલીક અભિનેત્રીને સફળતા ન મળતા તે પરત ફરી હતી.

હેલન બોલિવૂડમાં ‘કેબરે ક્વીન’ તરીકે જાણીતી છે. હેલનએ સલમાન ખાનની બીજી માતા છે. હેલેનનો જન્મ બર્મામાં થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હેલેને તેના પિતાને ખોયા હતા. જે પછી તે જંગલમાં છુપાઈને તેના પરિવાર સાથે ભારત પહોંચી હતી. હેલેને પરિવારના ભરણ પોષણ માટે ફિલ્મોમાં ડાન્સર તરીકે કામ શરુ કર્યું. હેલેને હિન્દી ફિલ્મોમાં પગ મૂક્યો ત્યારે ફિલ્મોમાં ડાન્સર તરીકે જાણીતી બની હતી. પરંતુ હેલેનના આગમન પછી હિન્દી ફિલ્મોમાં આઇટમ સોંગ અને કેબરે ડાન્સ શરૂ થયો. જે બાદ ફિલ્મમાં સૌંદર્ય અને નૃત્યના આગમન પછી હેલન દરેક દર્શકોમાં ખુબ ફેમસ થઇ હતી.

60 અને 70 ના દાયકામાં મુમતાઝે ફિલ્મી પડદા પર રાજ કર્યું હતું. મુમતાઝે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી મહાન ફિલ્મો આપી અને ટોચની અભિનેત્રીઓમાં એક બની હતી. મુમતાઝ ઈરાન સાથે સંબંધિત છે. તેનું આખું નામ મુમતાઝ અસ્કરી છે. મુમતાઝના માતા-પિતા અબ્દુલ સલીમ અસ્કરી અને હબીબ આગા ઈરાનથી ભારત આવ્યા હતા. 1947 માં, મુમતાઝના જન્મના એક વર્ષ બાદ, મુમતાઝના માતા પિતાએ છૂટાછેડા લીધા. મુમતાઝ પણ હવે વિદેશી બની ગઈ છે. NRI ઉદ્યોગપતિ મયુર માધવાની સાથે લગ્ન કર્યા પછી મુમતાઝ લંડનમાં સ્થાયી થઇ ગઈ.

પાકિસ્તાની સુંદર અભિનેત્રી અને ગાયિકા સલમા આઘા 1982 ની ફિલ્મ ‘નિકાહ’માં નિલોફરની ભૂમિકા ભજવીને રાતોરાત ફેમસ બની હતી. કરાચીમાં જન્મેલી સલમા લંડનમાં મોટી થઇ હતી. આઘા જ્યારે લંડનમાં રહેતી હતી ત્યારે, ઘણી હિન્દી ફિલ્મોના દિગ્દર્શકોએ તેને ફિલ્મોની ઓફર આપી હતી. લગ્ન બાદ, તેણે માત્ર હિન્દી જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે આઘા એ એક્ટિંગ ને બદલે ગાયકીને વધારે માન આપ્યું હતું.

બીજી સુંદર પાકિસ્તાની અભિનેત્રી ઝેબા બખ્તિયારે 90 ના દાયકામાં હિન્દી ફિલ્મોમાં આગમન કર્યું હતું. રાજ કપૂરની ખોજ ઝેબાએ હિના ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી મારી હતી. હિનાની સફળતા પછી ઝેબાની એક પણફિલ્મ હિટ નહોતી થઈ, પછી તે પાકિસ્તાન પછી આવી હતી. ઝેબા બખ્તિયાર અભિનેતા જાવેદ જાફરી અને અદનાન સામીની ની પત્ની પણ રહી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *