સુરત(ગુજરાત): 70 વર્ષ જુના ગ્રાઉન્ડ સાથે સુરતના નવસારી બજાર કોટ સફિલ રોડ ઉપર બે માળના મકાનની બીજા માળની સિલિંગનો ભાગ તૂટી પડતા હોબાળો મચી જવા પામી ગઇ હતી. વહેલી સવારે બનેલી આ ઘટનામાં પહેલા માળે રહેતા ભાડુત પરિવાર સાથે સમયસર દોડીને બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. ઘટનાની માહિતી મળતા ફાયરના જવાનોએ બીજા માળે ફસાયેલા 2 વ્યક્તિને રેસ્ક્યૂ કરી બચાવ કર્યો હતો. ભાડુત નગીનદાસ રાણાના જણાવ્યા અનુસાર, જુના મકાનને પાડવા માટે વારંવાર પાલિકામાં અરજીઓ કરવામાં આવી હતી. જો કે પાલિકા દ્રારા કોઈ કાર્યવાહી ન થતાં આ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ઘટના સવારે 4 વાગાની હતી. કોલ મળતા જ નવસારી બજાર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ત્યારે જોઇને જોયું તો બીજા માળની સિલિંગ તૂટીને પહેલા માળ પર પડી ગઈ હતી. સાથે સાથે, બે લોકો બીજા માળે ફસાયા હતાં. જેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. ભાડુઆત નગીનદાસ રાણાના જણાવ્યા અનુસાર, આ મકાન લગભગ 70 વર્ષ જૂનું છે. વહેલી સવારે 4 વાગે આંખ ખુલી જતા મકાનમાં કંઈ અવાજ આવતો સાંભળી મેં તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, પહેલા માળના મકાનમાં સિલિંગનો પોપડા પડી રહ્યાં હતાં. ત્યારે આખા પરિવાર સાથે દોડીને નીચે ઉતરી ગયા પછી તેમને ફાયરને જાણ કરી હતી. તે દરમિયાન બીજા માળની સિલિંગ ધડાકાભેર નીચે પડી હતી.
આખો મહોલ્લો ભેગો થઈ ગયો હતો. ત્યારે બીજા માળે બે વ્યક્તિઓ પણ ફસાઈ ગયાં હતાં. જોકે ફાયર આવી જતા બન્ને ને બચાવી લેવામાં આવ્યા હતાં. અગાઉ પણ અમે પાલિકામાં અરજીઓ કરી છે. જોકે ઈજનેરે કોઈ કામ ન કરતાં ત્રણ પરિવાર સામે જીવના જોખમે અહી રહેવા માટે મજબુર બન્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.