અમદાવાદ(ગુજરાત): ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તહેવારો દરમિયાન ભીડ થતી હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા તહેવારો દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેના માટે ચેકિંગ કરવાનું હોય છે, છતાં ફૂડ વિભાગ દ્રારા ચેકિંગ કરવામાં આવતું નથી. આ મામલે ગત સ્ટેન્ડિંગ કમિટીમાં ઉગ્ર ચર્ચા થઈ હતી, છતાં ફૂડ વિભાગને લોકોની કઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર અમદાવાદ શહેરનાં પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત પૌંઆ હાઉસમાં આપવામાં આવતા પૌંઆમાંથી ઈયળ નીકળી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. નાઈટ કર્ફ્યુ હોવા છતાં વહેલી સવારથી દુકાન શરુ કરી દેવામાં આવી છે. પૌંઆ ખાવા ગયેલા વ્યક્તિને કડવો અનુભવ થતા તેણે વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ જે રાજપૂતના જણાવ્યા અનુસાર, રાતનો બનાવ છે. એમાં પણ બે ત્રણ દિવસ પહેલાનો કેસ હોવાથી મારે જોવું પડશે. આજની મને કંઈ ખબર જ નથી. આપે મને જાણ કરી ત્યારબાદ વેરીફાઇ કરાવ્યુ પરંતુ એવું કંઈ જાણવા મળ્યું નથી. હોય શકે છે કે, તે પર્સનલ ઓર્ડર હોય.
અમદાવાદના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોય તેવો એક વિડીયો હાલ વાઈરલ થયો છે. જેમાં પરિમલ ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત પૌંઆ હાઉસમાં વહેલી સવારે પૌંઆ ખાવા ગયેલા વ્યકિતના પૌંઆની પ્લેટમાંથી જીવતી ઈયળ નીકળી હતી. ઈયળ જોતા જ તેણે ત્યાં કામ કરતા વ્યક્તિને જાણ કરી હતી અને વીડિયો ઉતારી વાઇરલ કર્યો હતો. અમદાવાદ શહેરમાં રાત્રે 11 થી સવાર 6 સુધી નાઈટ કર્ફ્યુ છે. નાઈટ કર્ફ્યુ હોવા છતાં કેમ સવારે પાંચ વાગ્યે દુકાન ખુલે છે તેના પર અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. શું એલિસબ્રિજ પોલીસની રહેમનજર હેઠળ મોડી રાતે અને સવાર સુધી દુકાનો ચાલુ કરવા દેવામાં આવે છે. આ મામલે એલિસબ્રિજ પોલીસ પણ તપાસ કરશે કે કેમ? આજે વાઇરલ વીડિયો મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફુડ વિભાગ કાર્યવાહી કરશે તે હવે જોવું બાકી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.