સુરત(ગુજરાત): સુરતના કતારગામમાં જીંદગીથી કંટાળીને મહિલા ડોકટરે માતા અને નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝ આપી તેની હત્યા કર્યા પછી પોતે પણ ઉંઘની ગોળીઓ ખાઈને સુસાઈડનો પ્રયાસ કર્યો હતો. મહિલા ડોક્ટરોએ પોતાના ડાઈંગ ડિક્લેરેશનમાં જણાવ્યું હતું કે, મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી પણ મારા વગર માતા-બહેનનું શું થશે? એ ચિંતામાં મેં તેની હત્યા કરી નાખી હતી. હાલ તો પોલીસે ડોક્ટર દીકરી વિરુધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.
ડાઈંગ ડેક્લેરેશનમાં ડો. દર્શનાના જણાવ્યા અનુસાર, હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જોડાયેલી છું. અમે થોડા સમય માટે પણ ત્રણેય વ્યક્તિ એકબીજા વગર જીવી શકીએ તેમ નથી. મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી. પરંતુ મે વિચાર્યું હતું કે, મારા વગર મારી માતા-બહેનનું શું થશે. તેઓ મારા વગર કેવી રીતે જીવશે તેથી તેમને મારી નાખવાનું નક્કી કર્યું હતું. બહેનની તબિયત સારી ન હોવાથી અને માતાને શરીર દુખતું હોવાથી રાત્રે 12:30 વાગે ઉંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા પછી મે ઉંઘની 27 ગોળી ખાઈ લીધી હતી. સુસાઈડ નોટમાં પણ તેને લખ્યું છે કે, હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે?
મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના તળાજાના પસવી ગામના વતની અને કતારગામ ધનમોરા નજીક સહજાનંદ સોસાયટીમાં રહેતા વાટલીયા પ્રજાપતિ સમાજના 62 વર્ષના મંજુલાબેન કાંતિભાઈ સોંડાગરની 31 વર્ષની મોટી પુત્રી દર્શના હોમિયોપેથી ડોક્ટર છે અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતી હતી. જયારે 29 વર્ષની નાની પુત્રી ફાલ્ગુની પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષિકા હતી. પુત્ર ગૌરવ પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. તેના પિતા 20 વર્ષથી જુદા રહે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે મોડી રાત્રે ડોક્ટર દર્શનાએ માતા અને તેમની નાની બહેનને ઈન્જેક્શન આપી હત્યા કરી પોતે ઉંઘની વધુ પડતી દવાઓથી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. સવારે રક્ષાબંધન હોવાથી ગૌરવ ઘરે આવ્યો ત્યારે ત્રણેને હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં માતા-નાની બહેનને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. જ્યારે દર્શનાની હાલત ગંભીર હતી. પોલીસ દ્રારા દર્શનાની પૂછપરછ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, મારે અંગત કારણોસર જીંદગીથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમે ત્રણેય માતા-પુત્રીઓ લાગણીથી એટલા જોડાયેલા હતા કે, એક બીજા વગર જીવવું અસંભવ હતું. આપઘાત બાદ માતા અને બહેનનું શું થશે તેવું વિચારી હત્યા કરી હોવાની કબૂલાત પણ દર્શનાએ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.