ભરતપુરના રૂપવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક માર્ગ અકસ્માતમાં આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. રક્ષાબંધનના પવિત્ર દિવસે બહેન ભાઈને રાખડી બાંધી પોતના ઘરે જઈ રહી હતી. તે દરમિયાન કારનું અકસ્માત થયું હતું. તમને જણાવી દઈએ કે કારમાં આઠ મહિનાનું બાળક પણ હતું.
બબલુ નામનો વ્યક્તિ ઉત્તર પ્રદેશ જિલ્લાના બાંદરૌલી ગામનો રહેવાસી છે. બબલુ તેની પત્ની આરતી સાથે પિહાર ધોલપુર જિલ્લાના અંડુવા ગામ ગયા હતા. રક્ષાબંધન ઉજવી આરતી રવિવારે પીહર રોકવાની હતી, પરંતુ બબલુની બહેન રાખડી બાંધવા માટે તેના ઘરે પહોંચી હતી. આ કારણે આરતી અને 8 મહિનાના બાળક કાર્તિક સાથે બાંદરૌલીમાં પોતાના ઘરે જવા નીકળ્યા હતા.
રૂપવાસ પોલીસ સ્ટેશન વિસ્તારના ધોલપુર રોડ પર હનુમાન મંદિર નજીક સામેથી આવતી એક કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ત્રણેય બાઇક સવારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક રૂપવાસ પોલીસને જાણ કરી હતી. પોલીસે તમામ ઈજાગ્રસ્તોને રૂપવાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ત્રણેય લોકોને મૂર્ત જાહેર કાર્ય હતા.
પોલીસે બબલુને તેના મોબાઈલ અને મોટરસાઈકલ નંબરના આધારે ઓળખી પાડ્યો હતો અને તેના પરિવારના સભ્યોને આ અકસ્માત અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થવાની સાથે જ સંબંધીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. હાલ પોસ્ટમોર્ટમ પ્રક્રિયા ચાલી રહી છે. બીજી બાજુ, આ ઘટના બાદ કારમાં બેઠેલા બે વ્યક્તિઓ કાર છોડીને સ્થળ પરથી ભાગી ગયા છે. પોલીસે કાર જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બબલુના પરિવારે જણાવ્યું કે, બબલુના 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તે ખેતીકામ કરતો હતો. બબલુને બે નાના ભાઈઓ છે, જેના હજી લગ્ન થયા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.