છેલ્લા 300 વર્ષથી આ ગામમાં એકપણ બહેને ભાઈને રાખડી નથી બાંધી- કારણ જાણીને દંગ રહી જશો

થોડા દિવસ પહેલા જ રક્ષાબંધનનો તહેવાર જ ગયો છે ત્યારે હાલમાં એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી છે. સમગ્ર દેશમાં જ્યાં બહેન પોતાના ભાઈને રક્ષાબંધન પર રાખડી બાંધે છે ત્યારે ઉત્તર પ્રદેશના સંભલ વિસ્તારમાં આવેલ બેનીપુર ચક ગામમાં ભાઈને કોઈ રાખડી બાંધતું નથી.

આની પાછળનું મુખ્ય કારણ છે કે, અહીં લોકોનું માનવું છે કે રાખડી બાંધવાને બદલે ભેટમાં તેમની પાસેથી મિલકત ન માંગી લેવામાં આવે. અહીંના લોકોનું આ વાતનું માનવું છે. આ જ કારણ રહેલું છે કે, અહીં છેલ્લાં 300 વર્ષથી કોઈએ ભાઈને રાખડી બાંધી નથી.

શું છે આની પાછળનું કારણ?
સંભવથી આદમપુર માર્ગ પર 5 કીમી દૂર આવેલ બૈનીપુર ચક ગાંમ શ્રીવંશગોપાલ તીર્થને લીધે ખુબ જાણીતું બન્યું છે ત્યારે આખા ગામમાં રાખડી ન બાંધવાની માન્યતાને લીધે પણ આ ગામ ખુબ પ્રખ્યાત બન્યું છે. આની પાછળ માન્યતા અંગે ગામલોકો જણાવે છે કે, પૂર્વ અલીગઢમાં અતરૌલીના સેમરઈ ગામના જમીંદાર હતા.

તેમના પરિવારમાં કોઈ દિકરી ન હોવાને લીધે પરિવારના દિકરાએ ગામના અન્ય પરિવારની દિકરી પાસે રાખડી બંધાવવા લાગ્યા હતા. રક્ષાબંધનમાં એક દિકરીએ રાખડી બાંધીને ભેટમાં પરિવારની જમીન-મિલકત માંગી હતી. પરિવારે રાખડીનું માન રાખતા ગામની મિલકત અન્ય જ્ઞાતિને સોંપીને ગામ છોડી દીધુ હતું.

ત્યારપછી સંભલમાં આવેલ બેનીપુર ચકમાં આવીને રહેવા લાગ્યા હતા. ત્યારથી યાદવોના મેહર તથા બકિયા ગોત્રના લોકો રાખડી બંધાવતા નથી. બહેનોનું માનવું છે કે, તે ભાઈઓને રાખડી બાંધે પણ વર્ષો જુની પરંપરાને માનતા ભાઈઓને રાખડી નથી બાંધતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *