સુરતની તાપીમાં સેંકડો જળચર પ્રાણી મારેલી હાલતમાં મળ્યા- સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું…

સુરત શહેરના અબ્રામા વિસ્તારમાં સોમવારે તાપી નદીના કિનારે માછલી સહિત મોટી સંખ્યામાં જળચર જીવો મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, ઝેરી રસાયણ નદીમાં છોડવામાં આવ્યું હતું, તેથી જળચર જીવોનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મંગળવારે વહેલી સવારે ફરવા નીકળેલા લોકોએ તાપી નદીના કિનારે માછલી, કરચલા અને સાપ સહિત મોટી સંખ્યામાં જળચર જીવોને મૃત હાલતમાં જોયા. ત્યારબાદ, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અહીંથી તપાસ માટે પાણીના નમૂના લીધા હતા.

પ્રાથમિક તપાસમાં પાણીમાં કેમિકલનો જથ્થો નહિવત પ્રમાણમાં હોવાનું બહાર આવ્યું છે. પાણીમાં ઓક્સિજનના અભાવને કારણે જળચર જીવોના મૃત્યુનું જોખમ વધારે છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન વાદળછાયા વાતાવરણને કારણે પાણીમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. જેના કારણે આવી ઘટના બની શકે છે.

આવી જ એક ઘટના 8 વર્ષ પહેલા શહેરના ડૂમસમાં બની હતી, જેમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી હતી. મ્યુનિસિપલ ડેપ્યુટી કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગે પાણીના સેમ્પલ લીધા છે. આ ઘટનાની જાણ GPCB ને કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *