પેટ્રોલ ડીઝલનાં ભાવ આસમાને પહોચ્યા બાદ લોકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હવે CNGનાં ભાવમાં પણ પ્રતિ કિલો બે રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે. જેના કારણે રાજ્યનાં 7 લાખ વાહન ચાલકોને સીધી જ અસર થશે. અદાણી ગેસ બાદ હવે ગુજરાત ગેસે પણ 24 ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. CNGનો જૂનો ભાવ 52.45 રૂપિયા હતો. જે હવે વધીને 54.45 રૂપિયા થઇ ગયો છે. જોકે ગુજરાત ગેસ કંપનીએ PNGના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી.
ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસમાં ભાવ વધારો કર્યા આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા CNGમાં ભાવ વધારો કર્યો છે. રાજ્યમાં સાત લાખ CNG વાહનો છે તે તમામને આ ગેસના ભાવ વધારાની સીધી અસર જનતા પર પડશે. ગુજરાત ગેસ કંપનીના રાજ્ય ભરમાં 450થી વધુ CNG પંપ છે. ગુજરાત ગેસે 2 રૂપિયાનો વધારો ઝીંક્યા બાદ પણ રાજ્યમાં CNGનો સૌથી ઊંચો ભાવ અદાણી ગેસનો જ રહેશે. અદાણીના CNGના ભાવ હાલ 55.30 રૂપિયા છે. નોંધનીય છે કે, અદાણી ટોટલ ગેસ લિમિટેડે ગત ફેબ્રુઆરી મહિનામાં કેમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)ના ભાવમાં વધારો કર્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને તે લીટર દીઠ રુપિયા 100ની નજીક પહોંચી જતા મોંઘવારીનો માર જનતાને સહન કરવો પડી રહ્યો છે. બીજી તરફ લોકોના ખર્ચમાં વધારો થતા નવા ટુ વ્હીલર તેમજ પેસેન્જર વાહનોની માગમાં પણ ધરખમ ઘટાડો થયો છે. ઊદભવેલ આ પ્રતિકૂળતાના વિકલ્પ તરીકે લોકો હવે CNG અને ઈલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. તેમાં પણ લોકો દ્વારા CNG વાહનોને પ્રાધાન્ય અપાતા વિતેલા 2020-21ના નાણાંકીય વર્ષ દરમિયાન CNG વાહનોના વેચાણમાં નોંધપાત્ર એવો 49 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો હતો.
ત્યારે આજે 26 ઓગસ્ટ 2021, ગુરુવારે સતત બીજો દિવસ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે તેલના ભાવમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ પહેલા મંગળવારે પેટ્રોલ અને ડીઝલ બંને 15 પૈસા પ્રતિ લીટર સસ્તા થયા હતા અને ગયા રવિવારે તે પહેલા પણ પેટ્રોલ અને ડીઝલ બંને 20 પૈસા પ્રતિ લીટર સસ્તા થયા હતા.
અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.
પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.