થોડા દિવસ અગાઉ જ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિયારા અડવાણીની વોર ડ્રામા ફિલ્મ ‘શેરશાહ’ને દર્શકો તરફથી ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ નિર્માતા વિષ્ણુવર્ધનના નેતૃત્વમાં બનેલ આ ફિલ્મ 12 ઓગસ્ટે રીલિઝ થઈ ચૂકી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થે કારગીલ વોરના રીયલ હીરો કેપ્ટન વિક્રમ બત્રાનો રોલ ભજવ્યો હતો.
આ ફિલ્મ માટે સિદ્ધાર્થ તથા સમગ્ર ટીમને આટલી રકમ મળી હતી. ‘શેરશાહ’ની સ્ટારકાસ્ટને ફિલ્મ માટે ખુબ સારી એવી રકમ આપવામાં આવી છે. સિદ્ધાર્થને આ ફિલ્મ માટે કુલ 7 કરોડ, કિયારા અડવાણીને કુલ 4 કરોડ, નિકિતિન ધીર કે, જેણે અજયસિંહ રાઠોડનો રોલ પ્લે કર્યો તેમને 35 લાખ રૂપિયા મળ્યા છે.
આની સિવાય ફિલ્મમાં જી.એલ.બત્રાના રોલમાં જોવા મળેલ પવન કલ્યાણને કુલ 50 લાખ રૂપિયા મળ્યા છે. જ્યારે લેફ્ટનન્ટ સંજવી જિમ્મી જામવાલનો રોલ પ્લે ભજવેલ શિવ પંડિતને 45 લાખ રૂપિયાની રકમ મળી છે કે, જે ફી સ્વરૂપે ગણવામાં આવી છે. હાલમાં જ સિદ્ધાર્થે પોતાની આ ફિલ્મને લઈ પોતાનો અનુભવ શેર કર્યો હતો.
તે જણાવે છે કે, મારા માટે ‘શેરશાહ’ બનવું, કોઈ સપનું સાચું થયું હોય એ સમાન છે. મને એવું લાગી રહ્યું છે કે, આપણી સૌથી મોટી અડચણ કોઈ ભયનો સામનો કરવો એ છે. કેપ્ટન વિક્રમ બત્રાએ એ તોડ્યું તેમજ એક સ્ટાઈલ તથા કોન્ફિડન્સ સાથે જણાવ્યું હતું કે, ‘યે દિલ માગે મોર’.
સિદ્ધાર્થે ફિલ્મમાં વિક્રમ બત્રાના જોડિયા ભાઈ વિશાલનો રોલ પણ પ્લે કર્યો હતો. ડબલ રોલના અનુભવ પર તેણે જણાવ્યું હતું કે, વિક્રમ તથા વિશાલ જુડવા ભાઈઓ છે. આ માટે એમને ઓન સ્ક્રિન પોટરે કરવાનો એક ઉત્સાહ હતો પરંતુ બંનેની પર્સનાલિટી અલગ અલગ છે. મારે એ બંનેને લાગણી તેમજ ભાવનાથી સમજવાના હતા.
જેને કારણે ઓન સ્ક્રિન બંનેમાં કેટલું અંતર રહેલું છે એ જાણી શકાય પરંતુ મુખ્ય લીડ વિક્રમ બત્રાની સ્ટોરી રહી છે. આની ઉપરાંત વિક્રમ બત્રાના મિત્રનો રોલ ભજવનાર નાયબ સુબેદાર બંસીલાલ-અનિલ ચરણજીતને 25 લાખ રૂપિયા મળ્યા હતા.
બીજી બાજુ થોડા સમય અગાઉ કિયારાએ એક ટોપલેસ ફોટો શુટ કરાવ્યું હતું કે, જેને લીધે એ ખુબ ચર્ચામાં રહી હતી. ડબ્બુ રતનાનીના ફોટોશુટ માટે કિયારાએ એક પાંદડાની પાછળ ટોપલેસ ફોટોપોઝ આપ્યા હતા. કિયારાની ડ્રેસિંગ સેન્સ હંમેશા સેન્ટર ઓફ અટ્રેક્શન રહી છે. જો કે, દમદાર એક્ટિંગને લીધે તેણે કેટલાક લોકોના દિલ જીતી લીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.