ગાંધીનગર(ગુજરાત): મહિલા સશક્તીકરણની રાજ્ય સરકાર ખુબ જ વાતો કરતી હોય છે. તે દરમિયાન ગાંધીનગરમાં જ એક ડોકટરે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતી મહિલાને 50 ફૂટ ઘસડીને લઈ ગયો હતો. ત્યારે આવું કરવા પર અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ગેટ પાસે વેપાર કરતી ઝરીનાબેન સુભાન કટિયા હાથ રૂમાલ સહિતના નાના કપડા લાવીને તેનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ડૉ. વિકી પરીખ કે જે ગાંધીનગર સિવિલમાં ઓર્થોપેડિક વિભાગમાં હેડ તરીકે ફરજ બજાવે છે. તેને મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું છે.
પીડિત મહિલાના જણાવ્યા અનુસાર, હું વેપાર સિવિલના દરવાજે બેસીને કરું છું. મારા પતિ અવસાન પામ્યા છે, એટલું જ નહીં, મારે કોઇ સંતાન નથી. સામાન્ય વરસાદ શનિવારે પડતો હોવાને કારણે ગેટની બિલકુલ નીચે બેઠી હતી. ત્યારે ડોક્ટર વિકી પરીખ આવ્યા હતા અને ગાળો બોલતા મારો સામાનનો થેલો ઉપાડી ફેકી દીધો હતો. એટલું જ નહીં, તેને મને સામાનની સાથે ઢસેડાવી રહ્યા હતા, છતા તેમણે મારો થેલો છોડ્યો ન હતો અને 50 ફૂટ સુધી મને ઢસેડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.