સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે.
કોરોના વાયરસનું સંક્રમણ હજૂ પણ થમ્યું નથી. બીજી લહેર તેની ચરમ સીમાએ હતી ત્યારે સમગ્ર દેશમાં સંક્રમણના કેસો અને મોતના આંકડામાં ખુબ જ ઝડપથી વધારો થઇ રહ્યો હતો. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ આવુ જ કઈક થયું હતું. જો કે તેમ છતાં પણ સરકારે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના આંકડા છુપાવાની કોશિશ કરી છે. આ વાતનો ચોંકાવનારો ખુલાસો એક સ્ટડીમાં કરવામાં આવેલ છે.
એક રીસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં કોરોનાથી થયેલા મોતના આંકડા છુપાવવામાં સરકાર સફળ રહી છે. શોધકર્તાઓએ ગુરૂવારે જાહેર કરેલા આ રીસર્ચમાં કહેવાયુ છે કે, ગુજરાતની 162 નગર પાલિકામાંથી 54ના આંકડા સમગ્ર રાજ્યના સત્તાવાર કોરોનાના મૃત્યુના આંકડા કરતા પણ વધારે છે. સાથે સાથે સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપ્રિલ 2021માં ગુજરાતમાં ધાર્યા કરતા વધારે 480 ટકા મોત થયા છે.
આ મોત દુનિયામાં કોઈ પણ જગ્યાએ નોંધાયેલા આંકડામાં સૌથી વધારે ટકાવારી ધરાવે છે તેમ પણ કહી શકાય. એપ્રિલ 2020માં ઈક્વાડોરમાં કોરોનાથી થનારા મોતના આંકડા પર 411 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તો વળી એપ્રિલ 2021માં પેરુમાં 345 ટકાનો વધારે જોવા મળ્યો હતો. જો કે, ગુજરાતનો આંકડો આ બંને કરતા પણ વધારે એટલે કે, 480 ટકા છે.
આ દરમિયાન એપ્રિલ મહિનાની શરૂઆતમાં રાજ્યના દરરોજના નવા કેસ 2400થી 6 ગણા વધીને મહિનાના અંત સુધીમાં લગભગ 14,000 થઈ ગયા હતા. સ્ટડીના ડેટા અનુસાર, નાગરિક મૃત્યુ રજિસ્ટરમાં આ આંકડા લીધા છે. સ્ટડીના જણાવ્યા અનુસાર માર્ચ 2020 અને એપ્રિલ 2021ની વચ્ચે 54 નગરપાલિકામાં લગભગ 16,000 જેટલા વધારાના મોત થયા છે.
ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના આંકડા માટે રાજ્યો પર આધારિત છે. મંત્રાલયના આંકડા અનુસાર ગુરૂવાર સુધીમાં ગુજરાતમાં 10,080 લોકોના મોત થયા છે. તો વળી સમગ્ર દેશમાં 4,36,000 લોકો મોતને ભેટ્યા છે.
બીજી લહેર દરમિયાન મોતમાં જંગી ઉછાળો થયો છે. માર્ચ 2020 બાદ 54 નગરપાલિકામાં કુલ 44,568 મોતના આંકડા નોંધાયા છે. જે જાન્યુઆરી 2019 અને ફેબ્રુઆરી 2020ની વચ્ચે બેસલાઈન કાઉંટની સરખામણીમાં લગભગ 16,000 વધારે મોત થયેલા છે. જાન્યુઆરી અને એપ્રિલ 2021ની વચ્ચે રજિસ્ટરમાં 17,882 મોતના આંકડા = છે. જે 2019 અને 2020માં સરેરાશથી 102 ટકા વધારે છે તેવું સ્ટડી અનુસાર જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.